બોલીવૂડની ડ્રીમ ગર્લના ઘરે થઈ 90 હજારની ચોરી

Written By:
Subscribe to Oneindia News

ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીના ઘરમાં ચોરી થઈ હતી. મળતી માહિતી અનુસાર હેમા માલિનીના અંધેરી સ્થિત ઘરના ગોદામમાંથી કપડાં, ઘરેણાં અને બીજી અનેક કિંમતી વસ્તુઓની ચોરી થઈ ગઈ હતી. ચોરે ગોદામમાંથી 90 હજાર રૂપિયાની કિંમતની વસ્તુઓ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હેમા માલિનીના જે ગોદામમાં ચોરી થઈ છે, તેમાં નાટક કપડાં અને ડાન્સના કપડાં રાખવામાં આવતા હતા. તે ઉપરાંત મેક-અપનો સામાન અને આર્ટિફિશિયલ ઘરેણાં પણ હતા.

hema malini

નોંધનીય છે કે, હાલ હેમા માલિની રૂસમાં થનાર ચોથા ભારતીય ફિલ્મ મહોત્સવમાં છે. આ ચોરી અંગે તેમના મેનેજરને જાણ થતા તેમણે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર, હેમા માલિનીના ઘર માંથી કેટલાક ખાસ સ્ટેસ્યૂ, નાટકનો સામાન અને નાટકમાં ઉપયોગમાં આવતા મોંઘા કપડાંઓની ચોરી થઈ છે. પોલીસને એ ગોદામની સફાઈ કરતા નોકર પર શંકા છે અને તેની તપાસ કરી રહી છે. આ ચોરી અંગે હેમા માલિનાએ કંઇ પણ કહેવાની ના પાડી હતી. ઉલ્લેખનીય છે કે, હેમા માલિના ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપના સાસંદ છે. તેઓ ફિલ્મોમાં અભિનયની સાથે દેશ-વિદેશમાં ક્લાસિકલ ડાન્સના શો પણ કરે છે.

English summary
Mumbai: Props, Costumes Stolen from hema malini Godown.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.