પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..

બોલિવુડના સુપરસ્ટારમાંના એક એવા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં છે અને પોતાની બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. પહેલી વાર પોતાના પિતાની હેલ્થ પર રણબીર કપૂરે મીડિયામાં કંઈક કહ્યુ છે.

બોલિવુડના સુપરસ્ટારમાંના એક એવા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં છે અને પોતાની બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે, તેમની સાથે તેમની પત્ની નીતુ કપૂર પણ છે. તેમની બિમારી વિશે વિવિધ પ્રકારના સમાચાર આવતા રહે છે. હાલમાં જ તેમના ભાઈ રણધીર કપૂર અને કરિશ્મા કપૂર તેમને મળવા ત્યાં પહોંચ્યા હતા, જેમનો ફોટો નીતુ કપૂરે શેર કર્યો હતો. જો કે હજુ સુધી કપૂર પરિવારના કોઈ પણ વ્યક્તિએ ઋષિ કપૂરની બિમારી પર ખુલીને નિવેદન આપ્યુ નથી પરંતુ પહેલી વાર પોતાના પિતાની હેલ્થ પર રણબીર કપૂરે મીડિયામાં કંઈક કહ્યુ છે.

પિતા માટે રણબીર કપૂરે કહી આ વાત

પિતા માટે રણબીર કપૂરે કહી આ વાત

મંગળવારે ઝી સિને એવોર્ડ્ઝ 2019 સેરેમની દરમિયાન રણબીરે મીડિયાને કહ્યુ, ‘પપ્પા સાજા થઈ રહ્યા છે અને તે જલ્દી પાછા આવશે. તે ફિલ્મોમાં કામ કરવાનું મિસ કરી રહ્યા છે. હું આશા કરુ છુ કે તમારી પ્રાર્થનાઓના કારણે તે જલ્દી ભારત પાછા આવશે.' જો કે તેમણે પણ ઋષિ કપૂરની બિમારી વિશે કંઈ કહ્યુ નથી.

નીતુ કપૂરે કર્યુ હતુ આ ટ્વીટ

નીતુ કપૂરે કર્યુ હતુ આ ટ્વીટ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નીતુ કપૂરે નવા વર્ષે પરિવારનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતુ - 2019ની શુભકામનાઓ. આ વર્ષે કોઈ સંકલ્પ નહિ, માત્ર એક ઈચ્છા છે કે ભવિષ્યમાં કેન્સર ખતમ થઈ જાય, નફરત ન હોય, ગરીબી ઓછી થાય, પ્રેમ અને ખુશીઓ સાથે સાથે વધે અને સૌથી મોટી વાત બધા સ્વસ્થ રહે.

બિમારી પર કોઈ નિવેદન નહિ

બિમારી પર કોઈ નિવેદન નહિ

નીતુના એ મેસેજ બાદ જ સમજવામાં આવ્યુ કે ઋષિ ન્યૂયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. જો કે આ વિશે કોઈ નિવેદન પરિવાર તરફથી આવ્યુ નથી.

ઋષિ કપૂરે કર્યુ હતુ આ ટ્વીટ

ઋષિ કપૂરે કર્યુ હતુ આ ટ્વીટ

તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઈલાજ માટે ન્યૂયોર્ક નીકળતા પહેલા ટ્વીટર દ્વારા પોતાના ફેન્સને માહિતી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યુ કે તે થોડા સમય માટે અમેરિકા જઈ રહ્યા છે અને આનું કારણ મેડીકલ ટ્રીટમેન્ટ છે. ઋષિ કપૂરે પોતાના ફેન્સને પરેશાન ન થવા માટે કહ્યુ છે અને લખ્યુ કે તે જલ્દી પાછા આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X