ફાયર બ્રાન્ડ ‘સીતા’ કોની સામે થઈ પાણી-પાણી?

મુંબઈ, 16 ડિસેમ્બર : ફાયર બ્રાન્ડ સીતા એટલે કે નંદિતા દાસ આજકાલ પરેશાન છે. અત્યાર સુધીના ફિલ્મી કૅરિયરમાં ક્યારેય પડદા ઉપર ડાન્સ નહીં કરનાર નંદિતા હવે ડાન્સ કરવામાં માત્ર મુશ્કેલી જ નથી અનુભવી રહ્યાં, પણ તેમના ડાન્સ ટીચર પણ એટલા કડક છે કે નંદિતા પાણી-પાણી થઈ રહ્યાં છે.

nanditadas
પતિ સુબોધ મસ્કરાની આગામી સ્પેનિશ ફિલ્મ ટ્રેસેસ ઑફ સૅંડલવુડમાં અભિનય કરી રહેલાં નંદિતા દાસ ફિલ્મના એક ગીતમાં ડાન્સ ડાયરેક્ટર સરોજ ખાન સાથે તાલ મેળવતા મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ફિલ્મ જગતમાં 23 વર્ષોના લાંબા કૅરિયરમાં નંદિતા દાસ પહેલી વાર સમ્પૂર્ણપણે ફિલ્મી નૃત્ય કરશે. દિગ્દર્શકે આ ગીત માટે તેમને ડાન્સ શીખડાવડા કડક સ્વભાવના ડાન્સ ડાયરેક્ટર સરોજ ખાનની પસંદગી કરી છે.

નોંધનીય છે કે સરોજ ખાન પોતાના સખત શિસ્ત અને સુચનો માટે જાણીતા છે. અભિનેત્રી રવીના ટંડન સુદ્ધાને પોતાની કડકાઈ વડે રડાવી દેવા માટે ચર્ચિત સરોજ ખાનના કારણે નંદિતા દાસની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બૉલીવુડમાં ડાન્સ ક્ષેત્રે પહેલી વાર પગલુ મૂકતાં નંદિતાએ ક્ષોભ સાથે જણાવ્યું - શું આપ વિશ્વાસ કરશો કે વીતેલા વર્ષોમાં મેં ક્યારેય પડદા ઉપર નૃત્ય નથી કર્યું. કદાચ તેથી જ પડદા ઉપર અને પડદાથી અલગ બંને જગ્યાએ મારી ખાસ છબી છે, પણ મને ડાન્સ કરતા પણ મજા આવી રહી છે. અને હું તે સાબિત કરીને જ જંપીશ.

એક કડક માસ્ટર તરીકે જાણીતા સરોજ ખાન નંદિતા દાસને લટકા-ઝટકાની તાલીમ આપી રહ્યાં છે. સ્વાબાવિક છે કે નંદિતા દાસ તેમાં સહજ નથી, કારણ કે પોતાના ફિલ્મી કૅરિયરમાં તેમણે ફાયર, અર્થ અને બવંડર જેવી ફિલ્મો કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X