હવે મહેશ ભટ્ટે ઓક્યું ઝેર, મોદીને ગણાવ્યા કોમી
મુંબઇ, 26 એપ્રિલ: જ્યાં રાજનૈતિક દળોમાં ભાજપન વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને બે મત છે ત્યારે બોલીવુડ હસ્તીઓ પણ મોદી અંગે જુદા જુદા વિચાર ધરાવે છે. એવું કહેવામાં કોઇ અતિશ્યોક્તિ નથી કે નરેન્દ્ર મોદીના નામ પર બોલીવુડ બે ભાગોમાં વહેંચાઇ ગયું છે.
આ વખતે મોદીની વિરુધ્ધ ઝેર ઓક્યું છે જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટે, જેમણે શુક્રવારે લખનઉમાં જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક કોમી અને કટ્ટર વિચારધારા ધરાવનારા વ્યક્તિ છે જેમને દેશ માટે માત આપવી ખૂબ જ જરૂરી છે. જો મોદી જેવા લોકો વડાપ્રધાનની ખુરશી પર બેસી ગયા તો તે દેશના સ્વાસ્થ્ય માટે સારું નથી.
મહેશ ભટ્ઠે જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ પહેલા એક સમાચાર આવ્યા હતા કે તેમના પુત્ર અને મુંબઇ હુમલાના આરોપી આતંકવાદી ડેવિડ હેડલીની વચ્ચે મિત્રતા છે જોકે તે પાયાવિહાણા સમચાર સાબિત થયા હતા. તેમ છતાં મોદીએ વિચાર્યા વગર ગુજરાતના તમામ થીએટર્સમાંથી મારી ફિલ્મ હટાવી દીધી હતી.

દેશનું માળખું ધર્મનિરપેક્ષતાપૂર્ણ છે અને તેને કોમી શક્તિઓથી બચાવવું એ આપણું કર્તવ્ય છે. માટે આપણે કોંગ્રેસને વોટ કરવો જરૂરી છે. જે કાર્યક્રમમાં મહેશ ભટ્ટે આ વાત કહી તે જ કાર્યક્રમમાં લખનઉથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રીતા બહુગુણા જોશી પણ ઉપસ્થિત હતા.












Click it and Unblock the Notifications
