Photoshoot : નરગિસ જેમ ખીલી ઉઠ્યાં ફખરી
મુંબઈ, 21 ઑક્ટોબર : નરગિસ ફખરી બૉલીવુડમાં હવે કોઈ અજાણ્યુ નામ નથી. ફિલ્મ રૉકસ્ટાર વડે બૉલીવુડમાં પગલા મૂકનાર અભિનેત્રી નરગિસ ફખરી હવે ધીમે-ધીમે પરિપક્વ અભિનેત્રી બનતા જાય છે.
તેમણે પોતાની પ્રથમ ફિલ્મમાં જ દર્શાવી દીધુ હતું કે તેઓ ફિલ્મોમાં દરેક અંદાજમાં દેખાઈ શકે છે. તેઓ લિપલૉક કરી શકે, ઇંટીમેટ થઈ શકે, બિકિની પહેરી શકે. આમ છતાં તેમની પાસે બીજી ફિલ્મ આવતા વાર લાગી. તેઓ એકતા કપૂરની ફિલ્મનું મૈં તેરા હીરોમાં કામ કરી રહ્યાં છે. જોકે નરગિસનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે, પણ ફિલ્મ રૉકસ્ટારની વાર્તાએ તેને મૉડેલમાંથી અભિનેત્રીમાં રૂપાંતરિત કરી નાંખી. આમ જોઇએ તો નરગિસ અકસ્માતે હીરોઇન બની ગઈ.
તાજેતરમાં જ નરગિસ ફખરી વરુણ ધવન સાથે બૅંકૉકમાં મૈં તેરા હીરો ફિલ્મનું શૂટિંગ પતાવી પરત ફર્યાં છે. એટલું જ નહીં, નરગિસ ફખરીએ તાજેતરમાં ફિલ્મફૅર મૅગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે કે જેમાં તેઓ નરગિસ ફૂલની જેમ સાચે જ ખીલી ઉઠ્યાં છે.
આવો જોઇએ તસવીરોમાં નરગિસ ફખરી અને તેમનું ફોટોશૂટ :

વ્યસ્ત નરગિસ
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ વરુણ ધવન તથા રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરીએ બૅંકૉમાં મૈં તેરા હીરો ફિલ્મના શૂટિંગ કરી રહ્યાં છે.

મદ્રાસ કૅફે
નરગિસ ફખરી છેલ્લે મદ્રાસ કૅફે ફિલ્મમાં લીડ રોલમાં નજરે પડ્યા હતાં. તેમાં તેમના હીરો જ્હૉન અબ્રાહમ હતાં.

રણબીર સાથે શરુઆત
નરગિસ ફખરી 2011માં રૉકસ્ટાર ફિલ્મમાં રણબીર કપૂર સાથે બૉલીવુડમાં પ્રવેશ્યા હતાં.

આયટમ સૉંગ સરળ નથી
આયટમ સૉંગના અનુભવ અંગે નરગિસે જણાવ્યું - આયટમ સૉંગ કરવું આટલું સરળ નથી હોતું કે જેટલું પડદા ઉપર દેખાય છે.

મૅગેઝીન પર નરગિસ
નરગિસ ફખરીએ તાજેતરમાં ફિલ્મફૅર મૅગેઝીનની ઑક્ટોબર 2013 આવૃત્તિ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તે અગાઉ તેમણે જ હાય! બ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

શાહિદ સાથે ઠુમકાં
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મના એક આયટમ સૉંગમાં નરગિસ ફખરી ફિલ્મના હીરો શાહિદ કપૂર સાથે ડાન્સ કરતાં દેખાયા હતાં.

ઉદય ચોપરા સાથે ડેટિંગ
રણબીર કપૂર સાથે રોમાંસ અંગે ચર્ચામાં રહેનાર અભિનેત્રી નરગિસ ફખરી અંગે ઉદય ચોપરા સાથે ડેટિંગના સમાચારો પણ વહેતા રહે છે.

ચેક-પાક નરગિસ
નરગિસ ફખરી અડધા ચેક અને અડધા પાકિસ્તાની છે. નરગિસનો જન્મ ન્યુયૉર્ક ખાતે થયો હતો. તેમના પિતા પાકિસ્તાન અને માતા ચેકોસ્લાવિયાના છે.












Click it and Unblock the Notifications
