For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ મામલે NCB એ રિયા ચક્રવર્તીને ઘરે જઈ સમન પાઠવ્યું

ડ્રગ્સ મામલે NCB એ રિયા ચક્રવર્તીને ઘરે જઈ સમન પાઠવ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની ગૂંચવણ ઉકેલાઈ રહી છે, રવિવારે સવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીની એક ટીમે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે જઈ તેમને સમન પાઠવ્યા છે, એનસીબી સાથે મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી, જેમાં 7 મહિલા પોલીસ કર્મી સામેલ હતી, એનસીબીના જોઈન્ટ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે રિયા ચક્રવર્તી પોતાના ઘરે જ હાજર છે અને પૂછપરછ માટે તેને સમન મોકલવામાં આવ્યું છે. એનસીબીએ રિયાની તપાસમાં સહોયગ કરવા માટે કહ્યું છે, રિયાને સમય થમાવ્યા બાદ એનસીબી અને મુંબઈ પોલીસની ટીમ રિયાના ઘરેથી નીકળી ગઈ, જણાવી દઈએ કે રિયાએ પહેલાં કહ્યું હતું કે તેનો જીવ ખતરામાં છે માટે એનસીબીની ટીમ સાથે આજે મુંબઈ પોલીસ રિયાના ઘરે ગઈ હતી.

દીપેશ સાવંત અરેસ્ટ

દીપેશ સાવંત અરેસ્ટ

અગાઉ શનિવારે દેશની ત્રણ મોટી સરકારી તપાસ એજન્સીમાંથી એક નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અભિનેતાના ઘરમાં કામ કરતા દીપેશ સાવંતની ધરપકડ કરી હતી. દીપેશ સાવંતને બુધવારે સવારે 11 વાગ્યે કોર્ટમાં હાજર કરાશે, એનસીબી ન્યાયલય પાસે તેની કસ્ટડી માંગી શકે છે. અહેવાલ છે કે દીપેશે પૂછપરછમાં જણાવ્યું કે રિયા ઘરે જ ડ્રગ્સ માંગતી હતી.

રિયા ચક્રવર્તીના બાઈ શૌવિકની ધરપકડ

રિયા ચક્રવર્તીના બાઈ શૌવિકની ધરપકડ

જ્યારે અગાઉ શુક્રવારે એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ મુજબ શૌવિક ચક્રવર્તીએ આકરી પૂછપરછમાં જણાવ્યુ્ં કે તે કૈજાન, બાસિત પરિહાર અને જૈદથી સીધો સંપર્કમાં હતો.

શૌવિકની ધરપકડથી સુશાંતનો પરિવાર ખુશ

શૌવિકની ધરપકડથી સુશાંતનો પરિવાર ખુશ

રિયાના બાઈની ધરપકડથી સુશાંતનો પરિવાર ઘણો ખુશ છે. તેમને ઉમ્મીદ છે કે જલદી જ સુસાંતને ન્યાય મળશે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાનનો આભાર. સચ્ચાઈની દિશામાં અમારું માર્ગદર્શન કરતા રહ્યા. આગળ તેમણે જસ્ટિસ ફૉર સુશાંત સિંહ રાજપૂત, ગ્રેટ સ્ટાર્ટ એનસીબી, વોરિયર્સ 4 એસએસઆર હેશટેગ લખ્યું.

રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીએ કહ્યું...

જ્યારે બીજી તરફ રિયા ચક્રવર્તીના પિતા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ કર્નલ ઈન્દ્રજીત ચક્રવર્તીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે દીકરા શોવિક ચક્રવર્તીની ધરપકડ પર ચુપ્પી તોડી અને કહ્યું- 'બધાઈ હો ઈન્ડિયા, તમે મારા દીકરાની ધરપકડ કરી છે, મને વિશ્વાસ છે આગલો નંબર મારી દીકરીનો છે, મને નથી ખબર તેના પચી કોણ છે, તમે એક મધ્યમ વર્ગીય પરિવારને પ્રભાવી રૂપે ધ્વસ્ત કરી નાખ્યો છે. જરૂર, ન્યાય માટે બધું જ યોગ્ય છે, જય હિંદ.'

શૌવિક અને સેમ્યુઅલ મિરાંડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મોકલ્યા NCBના રિમાન્ડ પરશૌવિક અને સેમ્યુઅલ મિરાંડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મોકલ્યા NCBના રિમાન્ડ પર

English summary
NCB issued summon to rhea chakraborty in sushant singh rajput case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X