For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતુ કપૂરે ઈમોશનલ પોસ્ટ લખી પ્રેમ અને સહકાર બદલ અંબાણી પરિવારનો માન્યો આભાર

નીતુ કપૂરે જણાવ્યુ કે બે વર્ષ કેવી રીતે ઋષિ કપૂર અને તેમના પરિવારે કેન્સર સામે જંગ લડી છે.

|
Google Oneindia Gujarati News

ઋષિ કપૂરના નિધનના પાંચ દિવસ વીતી ગયા છે. તેમના પ્રશંસક અને પત્ની નીતુ કપૂર હજુ પણ આ દુઃખ સામે લડી રહ્યા છે. પત્ની નીતુ કપૂર અને દીકરા રણબીર કપૂર ઋષિ કપૂરની યાદોને ભૂલી નથી શકતા. નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યુ કે કેવી રીતે અંબાણી પરિવારે તેમની મદદ કરી. તે આ મુશ્કેલીના સમયમાંથી કેવી રીતે પસાર થયા. સાથે જ નીતુ કપૂરે જણાવ્યુ કે બે વર્ષ કેવી રીતે ઋષિ કપૂર અને તેમના પરિવારે કેન્સર સામે જંગ લડી છે.

ઋષિ કપૂરના છેલ્લા બે વર્ષ

ઋષિ કપૂરના છેલ્લા બે વર્ષ

નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ઋષિ કપૂરના નિધન પહેલાની તેમની જર્ની વર્ણવી છે. તેમણે લખ્યુ, અમારા પરિવાર માટે છેલ્લા બે વર્ષ એક લાંબી જર્ની રહી છે. આમાં થોડા દિવસ સારા અને અમુક દિવસો ખૂબ જ ખરાબ વીત્યા. કહેવાની જરૂર નથી કે આ ભાવનાઓથી ભરેલા દિવસો હતા.

અંબાણી પરિવારનો માન્યો આભાર

અંબાણી પરિવારનો માન્યો આભાર

નીતુએ લખ્યુ, અંબાણી પરિવાર વિના આ યાત્રા અધૂરી હતી. તેમના પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂભ આભાર. અંબાણી પરિવારના દરેક સભ્ય નીતા અંબાણી, શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને ઈશા બધાએ છેલ્લા 7 મહિનામાં દરેક પ્રકારની મદદ અને કેર કરી છે. તેમણે એ વાતનુ ધ્યાન રાખ્યુ કે અમને ઓછામાં ઓછી તકલીફ થાય. અંબાણી પરિવારે હોસ્પિટલમાં ખુદ અમારો હાથ સંભાળ્યો.

જણાવી કેવી હતી અંતિમ પળો

જણાવી કેવી હતી અંતિમ પળો

નીતુ કપૂરે જણાવ્યુ કે અંતિમ પળ તેમના માટે કેટલી દુઃખનીય હતી. તે લખે છે, જ્યારે અમે પીડાદાયક દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા તે તેમણે અમને સંભાળ્યા અને સાંત્વના આપી. હું નીતુ, રિદ્ધિમા,રણબીર અને આખા કપૂર પરિવાર તરફથી તમારો આભાર માનુ છુ.

પ્રાર્થના સભા

પ્રાર્થના સભા

ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા. બાણગંગામાં તેમની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી. નીતુ કપૂરે પ્રાર્થના સભ ઘરે રાખી જેમાં 6 લોકો શામેલ થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના સંક્રમિતો 4 હજારને પાર, જાણો જિલ્લા મુજબ સ્થિતિઆ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના સંક્રમિતો 4 હજારને પાર, જાણો જિલ્લા મુજબ સ્થિતિ

English summary
Neetu Kapoor pens a note of thanks to Ambani family for love and support on rishi kapoor death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X