For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ના બૉલિવુડ મને અફૉર્ડ કરી શકે છે અને ના હું ત્યાં સમય બરબાદ કરીશ', સાઉથ એક્ટર મહેશ બાબૂનુ મોટુ નિવેદન

સાઉથ ફિલ્મોના જાણીતા એક્ટર મહેશ બાબુએ હિંદી ફિલ્મો કરવા પર ઘણો તીખો જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી સાઉથ ઈન્ડસ્ટ્રી દ્વારા નિર્મિત ફિલ્મોના હિંદી વર્ઝને હિંદી દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે આરઆરઆર અને કેજીએફ લોકોને ખૂબ જ ગમી. આ ફિલ્મોના એક્ટર પણ દર્શકોને ખૂબ જ ગમ્યા. જો કે પહેલેથી જ ઘણા સાઉથ એક્ટર અને અભિનેત્રીઓ બૉલિવુડ ફિલ્મો કરી ચૂક્યા છે પરંતુ હવે સાઉથ ફિલ્મોની સફળતા બાદ માનવામાં આવી રહ્યુ છે કે સાઉથ એક્ટર માટે બૉલિવુડમાં સંભાવનાઓ વધી ગઈ છે પરંતુ સાઉથ ફિલ્મોના જાણીતા એક્ટર મહેશ બાબુએ હિંદી ફિલ્મો કરવા પર ઘણો તીખો જવાબ આપ્યો છે.

બૉલિવુડમાં શરુઆત કરવા પર મહેશ બાબૂએ કરી આ વાત

બૉલિવુડમાં શરુઆત કરવા પર મહેશ બાબૂએ કરી આ વાત

તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર મહેશ બાબૂ લગભગ બે વર્ષ બાદ મોટા પડદે વાપસી કરવા જઈ રહ્યા છે. ફિલ્મ 'સરકારુ વારી પાટા'(Sarkaru Vaari Paata)12 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ દરમિયાન તેલુગુ ફિલ્મ એક્ટર મહેશ બાબૂએ મીડિયા સાથે બૉલિવુડમાં પોતાની શરુઆત કરવા અંગે વાત કરી.

મહેશ બાબૂએ આપ્યો ખૂબ જ તીખો જવાબ

મહેશ બાબૂએ આપ્યો ખૂબ જ તીખો જવાબ

મહેશ બાબૂએ ખૂબ જ તીખો જવાબ આપીને કહ્યુ કે હિંદી ફિલ્મ ઉદ્યોગ બૉલિવુડ તેમને અફોર્ડ નહિ કરી શકે માટે તે હિંદી ફિલ્મ કરવામાં સમય બરબાદ નહિ કરે. મહેશ બાબુએ કહ્યુ કે મને હિંદીમાં ઘણા બધા પ્રસ્તાવ મળ્યા પરંતુ મને નથી લાગતુ તે મને સહન કરી શકે છે. હું મારો સમય આવા ઉદ્યોગમાં કામ કરવામાં બરબાદ કરવા નથી માંગતો જે મને સહન નથી કરી શકતા.

દક્ષિણમાં મને જે સમ્માન મળ્યુ તે..

દક્ષિણમાં મને જે સમ્માન મળ્યુ તે..

જે સ્ટારડમ અને સમ્માન મને દક્ષિણમાં મળ્યુ તે બહુ મોટુ છે માટે મે વાસ્તવમાં ક્યારેય પોતાના ઉદ્યોગને છોડીને કોઈ અન્ય ઉદ્યોગમાં જવા વિશે વિચાર્યુ નહોતુ. મે હંમેશા ફિલ્મો કરવા અને મોટુ બનવા વિશે વિચાર્યુ છે. મારુ સપનુ હવે સાચુ થઈ રહ્યુ છે અને હું કરી શકુ છુ. હું ખુશ છુ.

ઓટીટીમાં એન્ટ્રી પર કહી આ વાત

ઓટીટીમાં એન્ટ્રી પર કહી આ વાત

અભિનેતા પોતાની આવનારી ફિલ્મ સરકાર વારી પાતાની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. પરશુરામ પેટલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 12 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. હાલમાં જ મહેશ બાબૂએ ઓટીટી વિશે વાત કરી. તેમણે કહ્યુ કે તે મોટા પડદા માટે છે અને ડિજિટલ સ્પેસમાં પગ મૂકવા વિશે નહિ વિચારે.

કોણ છે મહેશ બાબૂ

કોણ છે મહેશ બાબૂ

મહેશ બાબૂ તેલુગુ ફિલ્મ અભિનેતા છે. 9 ઓગસ્ટ, 1975ના રોજ ચેન્નઈમાં જન્મેલા મહેશ બાબૂએ પોતાના બાળપણથી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેમની 2003ની બ્લૉક બસ્ટર ફિલ્મ ઓક્કાડુ એ વખતની સૌથી મોટી તેલુગુ ફિલ્મોમાંની એક હતી. એ ફિલ્મોમાં તેમણે એક યુવા કબડ્ડી ખેલાડીની ભૂમિકા નિભાવી હતી. મહેશ બાબૂને છેલ્લી વાર Sarileru Neekevvaruમાં જોવામાં આવ્યા હતા, જે 2020માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ અભિનેતા એક એડવેંચર થ્રિલર માટે નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મમાં કામ કરશે.

English summary
'Neither Bollywood can afford me nor will I waste time there', big statement of South actor Mahesh Babu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X