રાઝ 4માં હશે નવા ચહેરા - મહેશ ભટ્ટ

મુંબઈ, 20 સપ્ટેમ્બર : બિપાશા બાસુ અને ઇમરાન હાશમીની ફિલ્મ રાઝ 3 બૉક્સ ઑફિસ ઉપર સુપરહિટ થતી લાગે છે. હવે મહેશ ભટ્ટે નક્કી કર્યું છે કે રાઝ 4માં તેઓ એકદમ નવા ચહેરાને લૉન્ચ કરશે.

Mahesh Bhatt

રાઝ 3 અત્યાર સુધી પ્રથમ સપ્તાહના પાંચ દિવસમાં 41 કરોડનો બિઝનેસ કર્યો હતો. રાઝ 3માં બિપાશા બાસુના નકારાત્મક પાત્રને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે બિપાશાનું પાત્ર જ આ ફિલ્મની યુએસપી છે. જેણે પણ આ ફિલ્મ જોઈ, તેને બિપાશાના પાત્રમાં નેગેટિવનેસ નહિં, પણ પૉઝિટિવનેસ જ દેખાઈ.

ઇમરાન હાશમી તેમજ ઈશા ગુપ્તા માત્ર ફિલ્મના સહ-કલાકારો જ બનીને રહી ગયાં. બંગાળી બાળાએ પોતાના કાળા જાદુ વડે સૌને આકર્ષી લીધા.

અત્યાર સુધી રાઝ 3એ ઇમરાન હાશમીની જ ફિલ્મ મર્ડર 2 તેમજ ઝન્નત 2ના રેકૉર્ડ તોડી નાંખ્યા છે. ઇમરાન હાશમી તેમજ ભટ્ટ કેમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે રાઝ 3. તેની સફળતાથી મહેશ ભટ્ટ (ગેલેરી) એટલા ઉત્સાહિત છે કે તેઓ હવે રાઝ 3ની સિક્વલ બનાવાની તૈયારી કરી રહ્યાં છે. જે રીતે જિસ્મ 2માં સન્ની લિયોન જેવા નવા ચહેરા સાથે ભટ્ટ કેમ્પે સફળતાના નવા આયામો સર કર્યાં છે, તેવી જ રીતે હવે રાઝ 4માં પણ એક નવો ચહેરો લાવીને દર્શકો સામે કઈંક નવું પીરસવા માંગે છે.

રાઝ 3એ માત્ર ભારત જ નહિં, બલ્કે વિદેશોમાં પણ ઘણો સારો બિઝનેસ કર્યો છે. સાથે જ પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે રાઝ 4 માટે નવા ચહેરાની શોધમાં ભટ્ટ કેમ્પે ક્યાં-ક્યાં ભટકવું પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X