કરીના કપૂરે સાઇઝ ઝીરો પર આપ્યું મોટું સ્ટેટમેન્ટ, જાણો શું?

Written By:
Subscribe to Oneindia News

કરીના કપૂર જ્યારે બોલીવૂડમાં આવી ત્યારથી હમેશા તે કંઇને કંઇ નવા ટ્રેડને સાથે લાવી છે. તેણે સૌ પ્રથમ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં 2009માં ઝીરો ફિગરની શરૂઆત કરી અને એક નવી જ પોતાની છાપ ઊભી કરી. એ સમય તેણે અનેક હિરોઇનને પાછળ છોડી દીધી હતી. અને તેના પછી અનેક હિરોઇનોએ સાઇઝ જીરો બનવા માટે પ્રયાસ કર્યો હતો. તે પછી બોલીવૂડની અભિનેત્રી તરીકે મધરહૂડને માણવાનો નવો ટ્રેન્ડ પણ તેણે જ શરૂ કર્યો હતો. અને પ્રેગનેન્સી પછી વજન ઉતારવા માટે પણ તેણે પ્રયાસો શરૂ કરી ફિટનેશ મમ બની હતી. ત્યારે ઝીરો ફિગર કરીના અને આજની કરીનામાં શું ફરક છે તે અંગે કરીના જણાવી આ મોટી વાત. જાણો શું?

ટશન ફિલ્મ

ટશન ફિલ્મ

કરીના કપૂર હંમેશા તેના ચબી લૂક માટે જાણીતી હતી. કપૂર ખાનદાનની આ કૂડીએ ત્યારે બધાને ચોંકવી દીધા જ્યારે એક ફિલ્મ માટે કરીને તેણે ઝીરો ફિગર કર્યું હતું. કરીના કપૂર તેના ઝીરો ફિગર વિશે જણાવે છે કે, ટશન ફિલ્મમાં તેની જરૂરીયાત હતી અને મેં મારી ભૂમિકા પ્રમાણે તેમાં કામ કર્યુ હતું. આ ઝીરો ફિગરની વાત તો તેમાં અચાનક જોડાઇ ગઈ છે. એ સમયે મારી ઉંમર માત્ર 27 વર્ષની હતી.

હવે પરિસ્થિતી બદલાઇ છે.

હવે પરિસ્થિતી બદલાઇ છે.

કરીનાએ કહ્યુ કે, આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને મને ઘણા વર્ષો થઈ ગયા છે. અને તે બાદ મારા લગ્ન અને બીજા અનેક પરિવર્તનો પણ આવ્યા છે. તેમ છતાં આજે મેં મારા શરીરનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. તૈમુરના જન્મ સમયે મે ચરબી ન વધે તેનુ ધ્યાન તો રાખ્યુ હતુ પરંતુ ગમે તેમ તો હું પંજાબી છોકરી છું એટલે એ વાત મારામાં આવી જ જાય છે. પરોઠા અને માખણ મેં તેના જન્મ સમયે બહુ ખાધા છે. પરંતુ તે બાદ ધીરે ધીરે મેં યોગા અને કસરત કરીને તેને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે.

કરીના રિયલ રહેવા કહે છે

કરીના રિયલ રહેવા કહે છે

એક મેગેઝિનમાં વાત કરતા કરીનાની મિત્ર અમૃતા અરોરા જણાવે છે કે, કરીનાને રિયલ રહેતા આવડે છે. ગમે તેવા મુશ્કેલી હોય તો પણ તે સ્પષ્ટ હોય છે. તે હંમેશા સારા લોકો અને મિત્રોની વચ્ચે રહે છે. સૈફ અલી ખાન કરીના વિશે વાત કરતા જણાવે છે કે, બેબો પોતે જ એક પ્રેમનું પ્રતિબિંબ છે. તે માતા તરીકે તૈમુરની ચિંતા પણ કરે છે અને તેને હુંફ પણ આપે છે.

કરીના કપૂર

કરીના કપૂર

આજે અનેક સિલેબ્રિટિ સોશ્યલ મીડિયા પર જોવા મળે છે જ્યારે સૈફ આલી ખાન અને કરીના તેનાથી દૂર છે. આ વિશે વાત કરતા કરીના જણાવે છે કે લોકો ઘણા વિચિત્ર છે. જેઓ ખરેખર મારા વિશે બધુ જાણતા નથી. હું હંમેશા પ્રમાણિક રહુ છું હું પણ મારી સફળતા કે નિષ્ફળતાને સ્વીકારી લઉ છું. જે પણ મારી સાથે થાય છે એ એક જીવનના પ્રવાસનો જ ભાગ છે.

English summary
Kareena Kapoor Khan left everyone shell-shocked with her size zero transformation for Tashan. In her latest interview with Vogue, she revealed why thats now a thing of the past for her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.