For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઑસ્કર અવૉર્ડ જીતવો બની ગયો શ્રાપ, ન મળ્યુ હિંદી ફિલ્મોમાં કામ'

ઑસ્કર વિજેતા એ આર રહેમાનના ગેંગવાળા ખુલાસા બાદ હવે સાઉન્ડ ડિઝાઈનર અને એડિટર રેસુલ પોકુટીએ પણ પોતાના વિશે મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઑસ્કર વિજેતા એ આર રહેમાનના ગેંગવાળા ખુલાસા બાદ હવે સાઉન્ડ ડિઝાઈનર અને એડિટર રેસુલ પોકુટીએ પણ પોતાના વિશે મોટો ખુલાસો કર્યો છે. પોકુટીએ કહ્યુ છે કે ઑસ્કર અવૉર્ડ જીત્યા બાદ તેમને પણ હિંદી ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઈ ગયુ હતુ. કોઈ તેમને કામ નહોતુ આપવા ઈચ્છતુ. તમને જણાવી દઈએ કે જાણીતી ફિલ્મ 'સ્લમડૉગ મિલિયોનેર' માટે રસુલ પોકુટીએ બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઑસ્કર અવૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેમણે રિચર્ડ પ્રિક અને ઈયા ટેપ સાથે આ શેર કર્યો હતો.

ઑસ્કર જીતવુ પડ્યુ ભારેઃ પોકુટી

ઑસ્કર જીતવુ પડ્યુ ભારેઃ પોકુટી

પોકુટીએ પોતાની વાત ટ્વિટર પર લખી છે, તેમણે ફિલ્મ મેકર શેખર કપૂરના ટ્વિટ પર પોતાની વાત કહી છે. વાસ્તવમાં રેડિયા મિર્ચી માટે આપેલા ઈન્ટરવ્યુમાં એ આર રહેમાને કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષોમા તેમણે માત્ર પાંચ ફિલ્મો કરી છે કે જે ખૂબ જ ઓછી છે. તેમને એવુ અનુભવાય છે કે બૉલિવુડમાં એક ગેંગ છે કે જે તેમના વિશે ખોટી અફવાઓ ફેલાવતા રહે છે. ખોટી વાત કરી રહ્યા છે અને આ કારણે તેમને ફિલ્મો મળી રહી છે.

'તમે જાણો છો, તમારો પ્રોબ્લેમ શું છે એ આર રહેમાન'

જેના પર પ્રતિક્રિયા આપતા ફિલ્મમેકર શેખર કપૂરે ટ્વિટર પર લખ્યુ કે, 'તમે જાણો છો, તમારો પ્રોબ્લેમ શું છે એ આર રહેમાન? તમને ઑસ્કર મળ્યો..એક ઑસ્કર બૉલિવુડમાં મોત જેવો છે.. એ સાબિત કરે છે કે તમારી પાસે બૉલિવુડની સરખામણીમાં વધુ પ્રતિભા છે.'

'મારુ મોઢુ જોઈને જ લોકો કહેતા હતા કામ નથી'

શેખર કપૂરના આ ટ્વિટ પર પોકુટીએ હવે પોતાનુ રિએક્સન આપ્યુ છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, ડિયર શેખર કપૂર, હું પણ આ દુઃખમાંથી પસાર થઈ ચૂક્યો છુ, મને પૂછો આના વિશે, હું તો બ્રેકડાઉનની કગાર પર હતો. ઑસ્કર જીત્યા બાદ મને હિંદી સિનેમાાં કામ જ મળવાનુ બંધ થઈ ગયુ. પ્રોડક્શન હાઉસ મારુ મોઢુ જોઈને જ કહી દેતા કે અમને તમારી જરૂર નથી. જ્યારે લોકલ સિનેમાએ મને ઑસ્કર જીત્યા બાદ પકડી રાખ્યો, એ સમય પરેશાન કરનાર હતો અને દુઃખ આપનાર હતો પરંતુ હું આજે પણ ઈન્ડસ્ટ્રીને પ્રેમ કરુ છુ, એ સમયે મને સપના જોતા શીખવ્યુ.

મારી ઓળખ મારો ભારત દેશ છેઃ રેસૂલ પોકુટી

મારી ઓળખ મારો ભારત દેશ છેઃ રેસૂલ પોકુટી

આટલા ખરાબ લોકો વચ્ચે પણ મુઠ્ઠીભર લોકો એવા હતા જે મારા પર ભરોસો કરતા હતા, હું તેમને કેવી રીતે છોડી શકતો હતો. હું ઈચ્છતો તો બહુ સરળતાથી હૉલિવુડમાં શિફ્ટ થઈ જતો પરંતુ મે એવુ ન કર્યુ કારણકે મારી ઓળખ ભારત છે. ભારતમાં કરેલા મારા કામે મને ઑસ્કર જીતાડ્યો, હું માટે છ વાર નામાંકિત થયો અને જીત્યો પણ, આ મારી ઓળખ છે. તે બધુ એ કામ માટે હતુ જે મે અહીં કર્યુ, દરેક જગ્યાએ તમને નીચુ બતાવવા માટે લોકો રહેશે પરતુ મારી પાસે મારા લોકો છે જેમના પર હું ભરોસો કરુ છુ.

હું હવે 'Oscar curse'માંથી બહાર આવી ચૂક્યો છુઃ પોકુટી

હું હવે 'Oscar curse'માંથી બહાર આવી ચૂક્યો છુઃ પોકુટી

પોકુટીએ આગળ લખ્યુ કે મે મારા દોસ્તો અને એકેડમી મેમ્બર્સને 'Oscar curse' વિશે વાત કરી, તો તેમણે કહ્યુ કે આવુ દરેક સફળ લોકો સાથે થાય છે, જ્યારે તમે દુનિયામાં પોતાને સૌથી આગળ અનુભવો છો અને પછી જ્યારે તમને ખબર પડે કે લોકો તમને રિજેક્ટ કરી દેશે, આ જ તમારા માટે સૌથી મોટુ રિયાલિટી ચેક હોય છે. ત્યારબાદ પોકુટીએ લખ્યુ કે મારી પોસ્ટમાં લખેલી વાતો ખોટી ના સમજવામાં આવે. મારી ટાઈમલાઈન પર મારા ટ્વિટ નથી દેખાઈ રહ્યા એટલે તેને અહીં પોસ્ટ કરી રહ્યો છુ, હું 'Oscar curse'માંથી બહાર આવી ચૂક્યો છુ અને મે કોઈને પણ કામ નહિ આપવા માટે દોષી ગણાવ્યા નથી અને નેપોટિઝમનીઆ ચર્ચા જે દિશામાં આગળ વધી રહી છે, એ વાત પણ મને ગમતી નથી.

'આઉટસાઈડરને ગ્રો નથી કરવા દેતી મૂવી માફિયા ગેેંગ'

તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલિવુડ ક્વીન કંગના રનોત ખુલીને હિંદી સિનેમાની જૂથબાજી અને નેપોટિઝમ સામે ઉતરી આવી છે. તેણે ઘણી જાણીતી હસ્તીઓ પર નિશાન સાધ્યુ છે. તેણે ભટ્ટ કેમ્પ, રોશન કેમ્પ, કરણ જૌહર અને આદિત્ય ચોપડા જેવા નામચીન હસ્તીઓ પર લોકોની કરિયરને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે બૉલિવુડમાં એક મૂવી માફિયા ગેંગ સક્રિય છે કે જે આઉટસાઈડરને ગ્રો નથી કરવા દેતા. કંગના બાદ સોનુ નિગમ, એ આર રહેમાન અને હવે પોકુટીએ મૂવી માફિયા ગેંગની વાત કહી છે.

લગ્નમાં શામેલ 128 લોકોમાંથી 47 કોરોના પૉઝિટીવ, કન્યાના પિતા સામે FIR, જઈ શકે છે જેલલગ્નમાં શામેલ 128 લોકોમાંથી 47 કોરોના પૉઝિટીવ, કન્યાના પિતા સામે FIR, જઈ શકે છે જેલ

English summary
No one gave him work in Hindi films after winning Oscar, ‘I had gone through a near breakdown’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X