ગુલાબી સાડીમાં નોરા ફતેહી, સોશિયલ મીડિયા પર આગ લગાડી!
બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના અદભૂત ડાન્સ તેમજ ફેશન સેન્સ માટે જાણીતી છે. બોલીવુડ સિવાય નોરા ફતેહી ફેશન જગતમાં જાણીતું નામ છે. નોરાની ડ્રેસિંગ સેન્સ લાખો મહિલાઓ માટે ઈન્સ્પરેશન છે.
બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના અદભૂત ડાન્સ તેમજ ફેશન સેન્સ માટે જાણીતી છે. બોલીવુડ સિવાય નોરા ફતેહી ફેશન જગતમાં જાણીતું નામ છે. નોરાની ડ્રેસિંગ સેન્સ લાખો મહિલાઓ માટે ઈન્સ્પરેશન છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. હાલમાં નોરા ફતેહીએ પોતાના હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ગુલાબી સાડીમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરા ફતેહી શિમરી સાડીમાં બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નોરા ફતેહી પિંક કલરની સાડીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. નોરાએ ગુલાબી સાડી સાથે સ્ટ્રેપી બ્લાઉઝ પહેર્યું છે. નોરા ફતેહી અવારનવાર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળે છે પરંતુ તેનો સાડી લુક સોશિયલ મીડિયા પર લાખો ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. નોરા ફતેહીની સુંદર અને અદભૂત સાડી લોકપ્રિય ફેશન ડિઝાઇનર આકાંક્ષા ગજારીયાએ ડિઝાઇન કરી છે.
નોરા ફતેહીના મેકઅપ લુકની વાત કરીએ તો નોરા ફતેહીએ પિંક સિક્વન્સ સાડી સાથે લાઈટ મેકઅપ કર્યો છે. હળવા મેકઅપ માટે અભિનેત્રીએ વોટર ફાઉન્ડેશન ઉપયોગ કર્યો છે. ફાઉન્ડેશનને બ્લેન્ડ કર્યા બાદ અભિનેત્રીએ સાડી મેચિંગ લાઇટ પિંક આઇશેડો લગાવ્યો છે. આંખોને સુંદર દેખાવ આપવા માટે નોરા ફતેહીએ મસ્કરા લગાવ્યુ છે. અભિનેત્રીએ તેના ગાલ અને નાક પર હાઇલાઇટર લગાવ્યું છે. આછા ગુલાબી રંગના બ્લશમાં અભિનેત્રી ખૂબ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ બેબી પિંક લિપસ્ટિક લગાવીને પોતાનો મેકઅપ લુક પુરો કર્યો છે. નોરા ફતેહી વેવી હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.












Click it and Unblock the Notifications
