For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોરા ફતેહીએ FIFA વર્લ્ડ કપમાં તિરંગાનુ કર્યુ અપમાન, વાયરલ થયો આ Video

નોરાએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે એવી હરકત કરી દીધી છે જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના પર તિરંગાનુ અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Nora Fatehi FIFA Video: બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહીએ કતરમાં અલ બિદ્દા પાર્કમાં 29 નવેમ્બરના રોજ ફીફા વર્લ્ડ કપ 2022ના ફેન ફેસ્ટીવલમાં એક ડાંસ શો કર્યો. જ્યાં તેણે જય હિંદના નારા લગાવીને તિરંગો પણ લહેરાવ્યો. લોકો તેના ડાંસ પર્ફોર્મન્સ જોઈને તેની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે પરંતુ અહીં તેણે એક એવી ભૂલ કરી દીધી જેના કારણે હાલમાં તે લોકોના નિશાના પર છે. લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. નોરાએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે એવી હરકત કરી દીધી છે જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના પર તિરંગાનુ અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

નોરા ફતેહીએ તિરંગા સાથે કરી ભૂલ

નોરા ફતેહીએ તિરંગા સાથે કરી ભૂલ

નોરા ફતેહીના કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક તરફ નોરાને સ્ટેજ પર પરફોર્મ કરતી જોઈને લોકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે ત્યારે બીજી તરફ અમુક લોકોએ તિરંગા સાથે તેની ભૂલ પકડી છે અને તેઓ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે અને તેના પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

જય હિંદ બોલીને તિરંગો લહેરાવ્યો પરંતુ...

જય હિંદ બોલીને તિરંગો લહેરાવ્યો પરંતુ...

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે જ્યારે નોરા શો કરી રહી હતી ત્યારે સ્ટેજની નીચેથી કોઈએ તેનો તિરંગો પકડી રાખ્યો હતો ત્યારબાદ નોરાએ જય હિંદ કહેતા સ્ટેજ પર ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો હતો. પરંતુ તિરંગો ફરકાવતી વખતે નોરાએ તેને ખોટી રીતે લહેરાવ્યો હતો. આ માટે લોકો તેના પર ત્રિરંગાનુ અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

નોરાએ લહેરાવ્યો ઉલટો તિરંગો

નોરાએ લહેરાવ્યો ઉલટો તિરંગો

જ્યારે નોરા 'લાઇટ ધ સ્કાય એન્થમ' સ્ટેડિયમમાં લાખોની ભીડ વચ્ચે પરફોર્મ કરી રહી હતી ત્યારે કોઈએ નીચેથી આ ધ્વજ પકડ્યો અને નોરા ઉત્સાહિત થઈ ગઈ અને ત્રિરંગો જોયા વગર પહેલા તો સીધા પરંતુ થોડી જ ક્ષણોમાં ભૂલથી તેને ઊંધો પકડીને સ્ટેજ પર જય હિંદના નારા લગાવવા લાગી.

તિરંગાના અપમાનનો આરોપ

તિરંગાના અપમાનનો આરોપ

લોકોએ તિરંગાને સ્ટેજ પર ફેંકવા તેમજ ઉલટો ફરકાવવા બદલ નોરા પર ગુસ્સો ઠાલવ્યો અને તેને તિરંગાનુ અપમાન કરવાના આરોપસર ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. નોરાને ટ્રોલ કરનારા લોકોએ લખ્યુ કે, 'ત્રિરંગામાં લીલો રંગ ટોચ પર ન હોવો જોઈએ. કેસરી રંગ ઉપર હોવો જોઈએ.' સોનમ પ્રજાપતિ નામની યુઝરે લખ્યુ કે, 'ઓહ, ધ્વજનુ કોઈ સન્માન નથી, આ ઘૃણાસ્પદ કૃત્ય છે. ખાલી પર્ફોર્મ કરવુ જ બધુ નથી.'

English summary
Nora Fatehi waved tricolor wrongly in FIFA World Cup, got trolled, video viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X