મુંબઈ, 19 મે : બૉલીવુડ અભિનેત્રી ગુલ પનાગ ચંડીગઢ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયાં છે. તેઓ આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતાં. તેમણે પહેલી વાર કોઈ ચૂંટણી લડી હતી અને તેઓ તે હારી ગયાં.
ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને બૉલીવુડ સેલિબ્રિટી કિરણ ખેરે ગુલ પનાગને માત આપી છે, પરંતુ ગુલ પનાગનું કહેવું છે કે તેઓ મેદાન છોડી ભાગવાના નથી. બૉલીવુડ અભિનેતા કિરણ કુમારના પત્ની કિરણ ખેરની સામે ગુલ પનાગ બીજા નહીં, પણ ત્રીજા સ્થાને રહ્યાં છે. ગુલ પનાગને 1 લાખ 8 હજાર 679 મત હાસલ થયાં છે કે જે સારા કહી શકાય અને કદાચ તેથી જ ગુલ પનાગે મેદાન છોડી ભાગી નહીં જવાનો નિર્ણય કર્યો છે.
ચાલો તસવીરો સાથે જાણીએ ગુલ પનાગનું આગળનું પ્લાનિંગ :

પણ જોશ ઓસર્યો નથી
અભિનેત્રી ગુલ પનાગે લોકસભા ચૂંટણી 2014 આપની ટિકિટ પર ચંડીગઢ લોકસભા બેઠક ઉપરથી લડી કે જેમાં તેઓ હારી ગયાં. આ હારથી તેમનો જોશ ઓછો થયો નથી.

કેજરીવાલ સાથે જ રહીશ
ગુલનું કહેવું છે કે તેઓ આપ સંયોજક અરવિંદ કેજરીવાલની ટીમ સાથે આગળ પણ કામ ચાલુ રાખશે.

ત્રીજા ક્રમે ગુલ
ગુલ પનાગ ચંડીગઢ બેઠકની ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહ્યાં છે. કિરણ ખેર વિજયી રહ્યાં, જ્યારે કોંગ્રેસના પી કે બંસલ બીજા સ્થાને રહ્યાં.

માત્ર ચૂંટણી લડવા નહોતી આવી
ગુલે જણાવ્યું - હું ચોક્કસ રાજકારણ ચાલુ રાખનાર છું. હું અહીં માત્ર ચૂંટણી લડવા માટે નહોતી. હું એક લાંબી મજલ કાપવા આવી છું.

જનાદેશ સામે ફરિયાદ નથી
ગુલ પનાગને પોતાના મત વિસ્તારના જનાદેશ સામે કોઈ ફરિયાદ નથી.

સંતોષજનક દેખાવ
ગુલે જણાવ્યું - ચંડીગઢે શાંતિપૂર્વક અને નિર્ણાયક રીતે મતદાન કર્યું. મને જનાદેશથી સમ્પૂર્ણ સંતોષ છે. ગુલને પહેલા જ ઇલેક્શનમાં 1 લાખ કરતા વધુ મતો મળ્યાં છે કે જે સંતોષજનક દેખાવ જ કહેવાય.

ચંડીગઢનો આભાર
ગુલ પનાગ કહે છે - હું ચંડીગઢના લોકોનો તેમના સ્નેહ અને ટેકા બદલ આભાર વ્યક્ત કરવા માંગીશ.

અમે એક અવાજ છીએ
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ગુલ કહે છે - કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ અમારી પહેલી ચૂંટણી હતી અને એક ચતુર્થાંશ મતો મળ્યાં છે. મને લાગે છે કે અમે એવો અવાજ છે કે જેને વણસાંભળ્યુ ન કરી શકાય.

ભાવિ પ્રત્યે આશાન્વિત
ગુલ પનાગ ભવિષ્યને લઈને ખૂબ જ આશાન્વિત છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ
પોતાના પક્ષમાં પોતાની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં પોતાના પક્ષની ભૂમિકા અંગે ગુલે કહ્યું - અમે નિષ્ઠાપૂર્વક ચંડીગઢના લોકોની સેવા કરતા રહીશું અને ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અમારી લડાઈ અંગે પ્રતિબદ્ધ છીએ.