Pics: હનીમૂન મનાવવા ગયેલી નુસરત જહાંએ શેર કર્યા પોતાના બોલ્ડ ફોટા
ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં હાલમાં પતિ નિખિલ જૈન સાથે મૉરેશિયસમાં છે. જૂનમાં લગ્ન કરનાક નુસરત અને નિખિલ હનીમૂન માટે હાલમાં વિદેશમાં છે. નુસરતે મૉરેશિયસમા પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નુસરતના આ ફોટા સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ ગમી રહ્યા છે.

વેસ્ટર્ન આઉટ ફિટમાં નુસરત
નુસરતે હાલમાં પોતાના હનીમૂનના જે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે તેમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. તેમના બોલ્ડ અંદાજવાળા આ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ નુસરતે અમુક ફોટા શેર કર્યા હતા જેમાં તે પતિ સાથે જોવા મળી રહી છે. આ પહેલા નુસરતે સિંધારા સેલિબ્રેશનના પણ ફોટા શેર કર્યા હતા. નુસરતે આ દરમિયાન સાડી પહેરી હતી, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર લગાવ્યુ હતુ. નુસરતે આ ફોટા શેર કરતા લખ્યુ, થેંક્યુ મારા પહેલા સિંધારાને સ્પેશિયલ બનાવવા માટે.

દોસ્ત મિમીએ છેડી તો આપ્યો આ જવાબ
નુસરત જહાંના પતિ નિખિલ જૈન સાથે હનીમૂનના એક ફોટા પર ટીએમસીના જ સાંસદ અને તેમની દોસ્ત મિમી ચક્રવર્તીએ તેમને પૂછ્યુ કે હનીમૂન કેવુ રહ્યુ? આના પર નુસરતે લખ્યુ, ‘હની અને મૂન બંને સરસ છે... પરંતુ અહીં સૂરજ ઘણો ચમકી રહ્યો છે, જે મારા પર થોડો રંગ છોડી જશે.'

અભિનયમાંથી રાજકારણમાં આવી છે નુસરત
નુસરતે 19 જૂને બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. નુસરત બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા તેમણે રાજકારણમાં આવવાનું એલાન કરીને પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભાથી ટીએમસીના નિશાન પર ચૂંટણી લડી. ચૂંટણીમાં જીત મેળવી તે સાંસદ બની.
આ પણ વાંચોઃ Video: જેલમાંથી ભાગવા ગેંગસ્ટર બન્યો છોકરી, મામૂલી ભૂલના કારણો પકડાઈ ગયો