For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૂતનની 85મી જન્મતિથિઃ આટલી નાની ઉંમરે કરી એડલ્ટ ફિલ્મ પરંતુ પોતે જ ન જોઈ શકી, વાંચો રસપ્રદ કિસ્સા

જાણીતી અભિનેત્રી નૂતનનો આજે 85મો જન્મદિવસ ગઈ કાલે હતો. જાણો તેના વિશે રસપ્રદ વાતો..

|
Google Oneindia Gujarati News

જાણીતી અભિનેત્રી નૂતનનો 85મો જન્મદિવસ ગઈ કાલે હતો. લગભગ 4 દશકના કરિયરમાં નૂતને લગભગ 70 ફિલ્મો કરી અને દરેક ભૂમિકા સાથે તેણે દર્શકોને અચંબિત કરી દીધા. ભલે તે સાડીમાં લપેટાયેલી એક સશક્ત મહિલા હોય કે પછી બિકિનીમાં પોતાનો જલવો વિખેરતી એક ગ્લેમરસ અભિનેત્રી હોય. નૂતનનો જન્મ 4 જૂન 1936માં બ્રિટિશ ભારતમાં થયો હતો. નૂતન જાણીતી અભિનેત્રી શોભના સમર્થની દીકરી હતી. ફિલ્મ મેકર કુમાર સેન સમર્થ તેના પિતા હતા. નૂતનની પહેલી મોટી ફિલ્મ હતી સીમા જેના માટે તેને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો.

નૂતનની જિંદગીના રસપ્રદ કિસ્સા

નૂતનની જિંદગીના રસપ્રદ કિસ્સા

નૂતનના જન્મદિવસ પર તેના દીકરા મોહનીશ બહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર નૂતનનો એક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી. નૂતન, પોતાના સમયની સુપરસ્ટાર હતી. ફિલ્મોમાં તેમના માટે રોલ લખવામાં આવતા હતા અને હીરોથી પહેલા તેમને સાઈન કરવામાં આવતા હતા. એડલ્ટ ફિલ્મમાં કામ કરવાથી લઈને સંજીવ કુમારને થપ્પડ મારવા સુધી જાણો તેમની જિંદગીના રસપ્રદ કિસ્સા -

પહેલી મિસ ઈન્ડિયા

પહેલી મિસ ઈન્ડિયા

નૂતન બૉલિવુડમાં પગ મૂકનારી પહેલી મિસ ઈન્ડિયા હતી. તેની પહેલા કોઈ પણ મિસ ઈન્ડિયાએ ફિલ્મોનો રસ્તો નહોતો પસંદ કર્યો. નૂતને 16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.

નાની ઉંમરમાં એડલ્ટ ફિલ્મ, વૉચમેને જવા ન દીધી

નાની ઉંમરમાં એડલ્ટ ફિલ્મ, વૉચમેને જવા ન દીધી

જ્યારે નૂતન બૉલિવુડમાં સ્ટ્રગલ કરી રહી હતી એ દરમિયાન તેણે એક ફિલ્મ કરી જેનુ નામ હતુ નગીના. એ સમયે નૂતન માત્ર 14 વર્ષની હતી. સર્ટિફિકેટ બોર્ડે ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપ્યુ. આના કારણે નૂતન પોતાની જ ફિલ્મ જોઈ શકી નહોતી. નૂતન જ્યારે નગીના જોવા માટે થિયેટર પહોંચી તો વૉચમેને તેની ઉંમર જોઈને તેને થિયેટરની અંદર જવા ન દીધી. જો કે નૂતન સમજતી રહી કે તે આ ફિલ્મની હીરોઈન છે પરંતુ વૉચમેન ન માન્યો.

સંજીવ કુમારનો મારી થપ્પડ

સંજીવ કુમારનો મારી થપ્પડ

કિસ્સો એ વખતનો છે જ્યારે નૂતન સુપરસ્ટાર બની ચૂકી હતી અને અભિનેતા સંજીવ કુમાર ફિલ્મોમાં પોતાનો પગ જમાવવાની કોશિશ કરી રહ્યા હતા. એ દરમિયાન કોઈ મેગેઝીનના બંને અફેરની વાત છાપી દીધી અને નૂતન તેને સાંભળીને એટલી ગુસ્સે થઈ કે તેણે તમતમાવીને સંજીવ કુમારને થપ્પડ મારી દીધી.

માએ મોકલી દીધી સ્વિત્ઝરલેન્ડ

માએ મોકલી દીધી સ્વિત્ઝરલેન્ડ

નૂતનના કરિયરની શરૂઆતનો સમય એવો હતો કે તેની ફિલ્મો નહોતી ચાલી રહી. તેણે પંચગિનીની એક બોર્ડિંગ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. ફિલ્મો ન ચાલતી જોઈને તેની માએ તેને ભણવા માટે સ્વિત્ઝરલેન્ડ મોકલી દીધી. બાદમાં નૂતને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે આ તેની જિંદગીનુ સૌથી શાનદાર વર્ષ હતુ.

નેવી ઑફિસર પર આવ્યુ દિલ

નેવી ઑફિસર પર આવ્યુ દિલ

જો કે નૂતન પર બૉલિવુડના ઘણા એક્ટર્સ ફિદા હતા જેમાં શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમારનુ નામ સૌથી ઉપર છે. પરંતુ નૂતનનુ દિલ આવ્યુ એક નેવી ઑફિસર પર અને તેણે એક નેવી ઑફિસર રજનીશ બહેલ સાથે 1959માં લગ્ન કરી લીધા.

ઉંચાઈ પર છોડ્યુ કરિયર

ઉંચાઈ પર છોડ્યુ કરિયર

જ્યારે નૂતન પોતાના કરિયરની ઉંચાઈ પર હતી એ વખતે તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ. ત્યારબાદ તેણે ફિલ્મો છોડવાનુ મન બનાવી લીધુ. તે પોતાનુ પૂરુ ધ્યાન પોતાના બાળક પર આપવા માંગતી હતી પરંતુ એ દરમિયાન તેને તેના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ ઑફર થઈ. એ વખતે બિમલ રૉયે નૂતનને બંદિની ઑફર કરી પરંતુ નૂતને તેણે ઠુકરાવી દીધી. જો કે તેના પતિએ તેને સમજાવી અને આજ સુધી બંદિની તેના કરિયરની બેસ્ટ ફિલ્મ રહી છે.

એકથી એક શાનદાર ફિલ્મો કરી

એકથી એક શાનદાર ફિલ્મો કરી

નૂતનને લગ્ન પછી પણ સશક્ત ફિલ્મોની ઑફર મળતી રહી. તેણે મોટાભાગે એવી ફિલ્મો કરી જેમાં મહિલાની ભૂમિકા કેન્દ્રમાં હોય. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીઓએ નૂતનમાંથી પ્રેરણા લઈને પોતાની કરિયરની શરૂઆત કરી.

કેન્સરથી થયુ મોત

કેન્સરથી થયુ મોત

નૂતનનુ મોત બ્રેસ્ટ કેન્સરથી થયુ. 1990માં તેને આ બિમારીએ જકડી લીધી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઘણા સમય સુધી તેનો ઈલાજ ચાલ્યો. 1991માં તબિયત બગડ્યા બાદ તેને ભરતી કરાવી દેવામાં આવી. આ દરમિયાન તે બે ફિલ્મો કરી રહી હતી પરંતુ આ ફિલ્મો પૂરી થતા પહેલા જ 21 ફેબ્રુઆરીએ નૂતન કેન્સર સામે પોતાની જંગ હારી ગઈ.

English summary
Nutan's birth anniversary: She did an adult film at such a young age that she herself could not watch it. read interesting anecdotes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X