બોલ્ડ પિંક ડ્રેસ પહેરીને ક્રિસમસ પાર્ટીમાં પહોંચી નીસા દેવગણ, લોકોએ ટ્રોલ કરીને કહ્યુ - નશામાં છે, જુઓ Video

અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા દેવગણે મુંબઈમાં ક્રિસમસ પાર્ટીમાં જે બોલ્ડ ડ્રેસ પહેર્યો તેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી.

Nysa Devgn: અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા દેવગણ રવિવારે સાંજે મુંબઈમાં સ્પૉટ થઈ. તે ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરવા માટે પોતાના દોસ્તો સાથે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં બેસ્ટિયન પહોંચી હતી. આ પ્રસંગે નીસાએ એક બોલ્ડ પિંક ફિગર-હગિંગ ડ્રેસ પહેર્યો હતો જેમાં પ્લંજિંગ નેકલાઈન હતી. આ લુકમાં નીસાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નીસાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી

નીસાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી

આ પાર્ટીમાં નીસા પોતાના દોસ્ત ઓરી અવતરામની(Orry Awatramani) સાથે પહોંચી હતી. જ્યાં સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહીમ અલી ખાન, અર્જૂન રામપાલની દીકરી મહિકા રામપાલ પણ હાજર હતી. આ પાર્ટીમાં નીસાના બોલ્ડ લુકે ફરીથી ચર્ચાનો વિષય બન્યો હતો. પોતાના બોલ્ડ ડ્રેસિંગના માટે નીસાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ

લોકો નીસાના ડ્રેસ પર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કાજોલ અને અજય દેવગણ પર પણ નિશાન સાધી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, 'મને ખરેખર આ છોકરી માટે દુઃખ થાય છે, તે નથી જાણતી કે તે શું ચાહે છે. આવો અશ્લીલ ડ્રેસ...એની માએ પોતાની દીકરી પર ધ્યાન આપવુ જોઈએ.' વળી, અન્ય એક યુઝરે લખ્યુ, 'આ સ્ટાર કિડ્સ આટલા ભદ્દા કપડાં કેમ પહેરે છે!?? અને એમના મા-બાપ એવુ બતાવે છે કે જાણે એ બહુ કડક છે! પોતાની ઉંમર પ્રમાણે કપડા પહેરો.!!'

લોકોએ કહ્યુ - નીસા નશામાં છે

લોકોએ કહ્યુ - નીસા નશામાં છે

વળી, બીજી તરફ વીડિયોમાં નીસાની કન્ફ્યુઝ્ડ વોક માટે પણ તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. નેટીઝન્સનુ કહેવું છે કે નીસાને જોઈને લાગે છે કે તે નશામાં છે અને પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X