મુન્ની-શીલા કરતાં ઘણું આગળ મૌલા મેરે મૌલા..
મુંબઈ, 6 નવેમ્બર : એક બાજુ ધડ-માથા વગરના ગીતોની બોલબાલા છે, તો બીજી બાજુ બૉલીવુડમાં એવા લોકો પણ છે કે જેમણે સંગીત અને તેના આત્માને પોતાના સુરો તેમજ સાધના વડે જીવંત રાખ્યો છે. તેમાંના જ એક ગાયક-સંગીતકાર છે રૂપ કુમાર રાઠોડ કે જેમનું કહેવું છે કે સંગીત એક પૂજા છે. રાઠોડ માને છે કે શ્રોતા અને દર્શકો ક્યારેય આયટમ સૉંગ્સને નથી પૂછતાં. તેમનું કહેવું છે કે મધુર સંગીત વધુ પ્રભાવ છોડે છે.

રૂપ કુમાર રાઠોડે જણાવ્યું - આયટમ સૉંગ ટીઆરપી ચમકાવવા તથા પ્રચાર માટે તો બરાબર છે, પણ આપને કેટલા આયટમ સૉંગ યાદ છે. માત્ર શીલા કી જવાની... અને મુન્ની બદનામ...? આ આપણી સંસ્કૃતિ નથી. સૂફી અને શાસ્ત્રીય સંગીત આપણી સંસ્કૃતિ છે. આપણે તેને બચાવવું જોઇએ. રૂપ કુમાર રાઠોડ સંદેશે આતે હૈં..., મૌલા મેરે મૌલા..., તુઝમેં રબ દિખતા હૈ... જેવા ગીતો માટે જાણીતા છે.












Click it and Unblock the Notifications
