For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કર 2021- ઋતિક રોશન અને આલિયા ભટ્ટને તેડું આવ્યું, ઓસ્કર પુરસ્કારો માટે વોટ કરશે

ઑસ્કર 2021- ઋતિક રોશન અને આલિયા ભટ્ટને તેડું આવ્યું, ઓસ્કર પુરસ્કારો માટે વોટ કરશે

By Staff
|
Google Oneindia Gujarati News

2021માં થનાર ઓસ્કર સમારોહથી હવે બૉલીવુડ કલાકાર ઋતિક રોશન અને આલિયા ભટ્ટ જોડાઇ ચૂક્યા છે. ઓસ્કરને સંચાલિત કરતી સંસ્થા એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઇન્સે ઋતિક અને આલિયાને આમંત્રિત કર્યા છે. જો બંને કલાકાર આ સભ્યતા સ્વીકારી લે છે તો તેમન આગલા વર્ષે થનાર 93મા અકાદમી પુરસ્કારોમાં ફિલ્મો માટે વોટ નાખવાનો વિશેષાધિકાર મળશે. અકાદમી અવોર્ડ્સ આયોજનની તારીખ 25 એપ્રિલ 2021 નક્કી કરવામાં આવી છે.

નિર્દેશ મિલાપ ઝાવેરીએ આ સમાચાર શેર કરતા લખ્યું- જબરદસ્ત! આના માટે બંને કાબિલ છે. ઋતિક અને આલિયા સારાં સ્ટાર્સ છે. એકેડમીથી તેમના જોડાવવાની વાત છે.

819 લોકોને આમંત્રિત કર્યા

819 લોકોને આમંત્રિત કર્યા

819 આમંત્રિત લોકોની યાદીમાં ડિઝાઇનર નીતા લુલ્લા, ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મમેકર નિષ્ઠા જૈન અને અમિત મધેશિયા, કાસ્ટિંગ ડાયરેક્ટર નદિની શ્રીકાંત અને ટેસ જોસફ, વિજુઅલ ઈફેક્ટ સુપરવાઇઝર વિશાલ આનંદ અને સંદીપ કમાલ, ફિલ્મ સ્કોર કંપોજર નૈનિતા દેસાઇના નામ પણ સામેલ છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય વિદેશી ભાષા કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. જો કે ફિલ્મ નૉમિનેશન પ્રક્રિયાથી બહાર થઇ ગઇ હતી. એકેડમીના સ્ટેટમેન્ટમાં આલિયાના પરિચયની આગળ રાજી અને ગલી બૉયનો ઉલ્લેખ છે.

ઋતિક રશન

ઋતિક રશન

જ્યાર ઋતિક રોશનના પરિચયમાં સુપર 30 અને જોધા અકબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકેડમીની સત્તાવાર વેબસાઇટે જાણખારી આપી છે કે 2020માં 68 દેશોના 75 ઓસ્કર નામાંકિત વ્યક્તિ છે, જેમાં 15 વિજેતા અને 5 વૈજ્ઞાનિક અને ટેક્નીકલ અવોર્ડ મેળવનાર લોકો સામેલ છે.

એકેડમી પુરસ્કાર

એકેડમી પુરસ્કાર

એકેડમીના અધ્યક્ષ ડેવિડ રૂબિને મંગળવારે એક નિવેદન જાહેર કરતા કહ્યું, મોશન પિક્ચર આર્ટ્સ અને સાઇન્સમાં આ તમામ પ્રતિષ્ઠિત સાથી યાત્રી ઓનું સ્વાગત રતા એકેડમીને પ્રસન્નતા થઇ રહી છે. અમે હંમેશાથી અસાધારણ પ્રતિભાઓને સામેલ કર્યા છે, જે અમારા વૈશ્વિક ફિલ્મ સમુદાયની સમદ્ધ વિવિધતાને દર્શાવે છે.

તારીખ બદલી ગઇ

તારીખ બદલી ગઇ

એકેડમી તરફથી કહેવામાં આવ્યું કે આ વર્ષે આ સભ્યોને મતદાનનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જેના આયોજનની તારીખ પહેલા 28 ફેબ્રુઆરી રાખવામા આવી હતી, પરંતુ કોરોનાના કારણે કેટલીય ફિલ્મોની રિલીઝ ટળી અને થિયેટર બંધ થવાથી બદલીને તેને 25 એપ્રિલ 2021 કરી દેવામાં આવી.

ઓસ્કર અવોર્ડ

ઓસ્કર અવોર્ડ

અત્યાર સુધી ઓસ્કર અવોર્ડમાં માત્ર એક વર્ષની ફિલ્મને જ નોમિનેટ કરવામા આવતી હતી. પરંતુ અત્યારના હાલાતને જોતા આગલા વર્ષે થનાર શોમાં 2020થી ફેબ્રુઆરી 2021ના અંત સુધી રિલીઝ થયેલ ફિલ્મોને નોમિનેટ કરવામાં આવશે.

દર વર્ષે આયોજિત થાય છે

દર વર્ષે આયોજિત થાય છે

એકેડમી અવોર્ડને ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે અમેરિકાની એકેડમી ઓફ મોશન આર્ટ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવે છે.

9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે

English summary
Oscar 2021 - Hrithik Roshan and Alia Bhatt asked to vote for oscar 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X