રોડ હશે ગુડ! પણ ઑસ્કાર લાયક નહીં : જુઓ ઑસ્કારમાં ભારતીય ફિલ્મો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 3 માર્ચ : એક તરફ અમેરિકાના લૉસ એંજલ્સ ખાતે હૉલીવુડનું સૌથી મોટું ઍવૉર્ડ સમારંભ ચાલી રહ્યુ હતું અને બીજી બાજુ ભારતનું સૌથી મોટું ફિલ્મોદ્યોગ બૉલીવુડ વિલે મોઢે એ સમારંભ જોઈ રહ્યુ હતું. આટલા મહત્વના ફિલ્મી ઍવૉર્ડ સમારંભમાં ભારતમાં એક વર્ષમાં બનતી હજારો ફિલ્મોમાંથી એક પણ સન્માનવા લાયક ગણાઈ નહીં. એનાથી પણ વિશેષ વાત તો એ છે કે 1957થી લઈ આજ સુધી એટલે કે છેલ્લા 57 વર્ષોમાં બૉલીવુડ સહિત ભારતની કોઈ પણ ભાષાની ફિલ્મ આ ઍવૉર્ડને લાયક ગણાઈ નથી.

હા જી, અમે વાત કરી રહ્યાં છીએ ઑસ્કાર ઍવૉર્ડ્સ. ઑસ્કાર ઍવૉર્ડ્સ સમારંભમાં એમ તો હૉલીવુડ ફિલ્મ ગ્રૅવિટી છવાઈ ગઈ, તો 12 ઈયર્સ ઍ સ્લેવ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કાર ઍવૉર્ડ હાસલ કર્યો, પરંતુ ભારતના કરોડો નાગરિકો આ સમારંભને મીટ માંડીને જોતા હતાં, કારણ કે ઑસ્કારમાં વિદેશી ફિલ્મની શ્રેણીમાં આ વખતે ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ મોકલવામાં આવી હતી. હવે આ ફિલ્મની વાત તો શું કરીએ. ઑસ્કાર માટેની રેસમાં પ્રથમ પાંચ ફિલ્મોમાં પણ સ્થાન ન મેળવી શકી જ્ઞાન કોરિયાની ધ ગુડ રોડ. એ પણ મહત્વની બાબત છે કે છેલ્લા સત્તાવન વર્ષોમાં ભારત તરફથી મોકલવામાં આવેલ કુલ્લે 46 ફિલ્મોમાંથી માત્ર ત્રણ જ ફિલ્મો નૉમિની તબક્કે પહોંચી શકી.

ચાલો આજે આપને બતાવીએ ઑસ્કારમાં અત્યાર સુધી મોકલવામાં આવેલી ફિલ્મોની તસવીરી ઝલક :

મધર ઇંડિયાથી શરુઆત

મધર ઇંડિયાથી શરુઆત

ભારતે ઑસ્કાર ઍવૉર્ડ માટે પહેલી વાર મધર ઇંડિયા ફિલ્મ મોકલી હતી. 1957માં મોકલવામાં આવેલી આ ફિલ્મે નૉમિની મેળવવામાં સફળતા હાસલ કરી હતી, પરંતુ તે પછી ઍવૉર્ડ તો શું, નૉમિની મેળવવા માટે પણ 31 વર્ષની રાહ જોવી પડી.

નિષ્ફળતાનો દોર

નિષ્ફળતાનો દોર

મધર ઇંડિયા બાદ ભારત તરફથી 1959થી 1987 દરમિયાન વીસ ફિલ્મો મોકલવામાં આવી કે જેઓ નૉમિનીના તબક્કે પણ ન પહોંચી શકી. આ ફિલ્મો છે મધુમાલતી, ધ વર્લ્ડ ઑફ અપુ, સાહિબ બીબી ઔર ગુલામ, મેટ્રોપોલીસ, ધ ગાઇડ, આમ્રપાલી, ધ લાસ્ટ લેટર, એલ્ડર સિસ્ટર, દેઇવા મગન, રેશ્મા ઔર શેરા, ઉપહાર, સૌદાગર, હૉટ વાઇંડ્સ, મંથન, ધ ચેસ પ્લેયર્સ, પાયલ કી ઝનકાર, સારાંશ, સાગર, સ્વાતિ મુત્યમ અને નયગનનો સમાવેશ થાય છે.

સલામ બૉમ્બે

સલામ બૉમ્બે

1988માં ઑસ્કારમાં સલામ બૉમ્બે ફિલ્મ મોકલવામાં આવી કે જેણે 31 વર્ષ બાદ નૉમિની મેળવવામાં સફળતા હાસલ કરી. જોકે તે પણ ઑસ્કાર ઍવૉર્ડ તો ન જ હાસલ કરી શકી.

મહત્વની ફિલ્મોને પછડાટ

મહત્વની ફિલ્મોને પછડાટ

1989થી 2000 દરમિયાન 12 ફિલ્મો મોકલવામાં આવી કે જેઓ નૉમિનીના તબક્કે ન પહોંચી શકી. તેમાં પરિંદા, અંજલિ, હિના, થેવર મગન, રુદાલી, બૅન્ડિટ ક્વીન, કુરુથિપુનલ, ઇન્ડિયન, ગુરુ, જીન્સ, અર્થ અને હે રામ ફિલ્મોનો સમાવેશ થાય છે.

લગાનને સફળતા

લગાનને સફળતા

2001માં ઑસ્કારમાં મોકલવામાં આવેલી આમિર ખાનની લગાન ફિલ્મ પાસે લોકોને ઘણી આશાઓ હતી, પરંતુ તે પણ ઑસ્કાર મેળવવામાં સફળ ન થઈ શકી. જોકે લગાન નૉમિની તબક્કે પહોંચનાર ત્રીજી ભારતીય ફિલ્મ જરૂર બની.

ધ ગુડ રોડ પણ નિષ્ફળ

ધ ગુડ રોડ પણ નિષ્ફળ

ઑસ્કારમાં ભારત માટેનું અકાળ ખતમ કરવામાં પહેલી વાર મોકલાવાયેલી ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ પણ નિષ્ફળ રહી છે. તે પ્રથમ પાંચ ફિલ્મોની હરોળે પણ ન આવી શકી. લગાન બાદ 2002થી લઈ 2014 દરમિયાન ઑસ્કાર માટે મોકલાવાયેલ ફિલ્મોમાં દેવદાસ, ધ બ્રીથ, રિડલ, રંગ દે બસંતી, એકલવ્ય ધ રૉયલ ગાર્ડ, તારે ઝમીં પર, હરિશ્ચંદ્રાચી ફૅક્ટરી, પીપલી લાઇવ, અબુ સન ઑફ આદમ, બર્ફી અને ધ ગુડ રોડનો સમાવેશ થાય છે.

English summary
The Good Road didn't win. Wait, The Good Road wasn't even nominated. Yet another Barfi moment for Indian Oscar watchers. Here is the history of Oscar Award and Indian Film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.