અહીં રણમાં સંભળાય છે બીજી દુનિયાનું સંગીત, આજ સુધી વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યુ આ રહસ્ય
આ દુનિયામાં ઘણી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓ પર વિજ્ઞાન પણ કામ નથી કરતુ અને વૈજ્ઞાનિકો પણ હાથ ઉંચા કરી દે છે. આવી જ એક મોરોક્કોમાં આવેલી છે. કહેવાય છે કે અહીંના એક રણમાં કોઈ બીજી જ દુનિયાનું સંગીત સંભળાય છે. આવુ કેમ થાય છે તેના કોઈ ચોક્કસ કારણ હજુ મળ્યા નથી.

આ રહસ્યમય રણ આફ્રિકા ખંડના મોરોક્કોમાં આવેલુ છે. સ્થાનિકો અનુસાર, મોરોક્કોના આ રણમાં આ રહસ્યમયી સંગીત આજથી નહીં પણ સદીઓથી સંભળાય છે. ચૌકાવનારી બાબત એ છે કે આ સંગીત જે જગ્યા પણ સાંભળવા મળે છે તેની આસપાસ કોઈપણ લોકોનો વસવાટ કે કોઈ પણ ઝાડ નથી. નિર્જન રણ છે વચ્ચે સાંભળવા મળતા આ સંગીત વિશે સ્થાનિક લોકો માને છે કે તે બીજી દુનિયામાંથી આવે છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સંગીત તે દરેક વખતે અલગ હોય છે. ક્યારેક લોકોને રણમાં ગિટાર સાંભળવા મળે છે તો ક્યારેક આ રણમાં વાયોલિન સંભળાય છે. આ સિવાય અન્ય વાદ્યોનું સંગીત પણ લોકોને સંભળાય છે.
આ રણમાં સંભળાતા રહસ્યમયી અવાજ માટે વિજ્ઞાનીઓનો તર્ક છે કે આ બીજું કંઈ નહીં પણ રેતીના સરકવાનો અવાજ છે, જે પવનના કારણે અલગ રીતે સંભળાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે પ્રકારની ધારણાથી આપણે આ અવાજ સાંભળીએ છીએ તે જ રીતે તે સંભળાય છે.












Click it and Unblock the Notifications
