For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબના વકીલે કંગના રાણાવતને કાનૂની નોટિસ મકલી, ખેડૂત આંદોલનને લઈ કરેલ ટ્વિટે મુશ્કેલી સર્જી

પંજાબના વકીલે કંગના રાણાવતને કાનૂની નોટિસ મકલી, ખેડૂત આંદોલનને લઈ કરેલ ટ્વિટે મુશ્કેલી સર્જી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનને લઈ કેન્દ્ર સરકારમાં હડકંપ મચેલો છે. કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલ ખેડૂતોમાં માત્ર પુરુષ જ નહિ બલકે મહિલાઓ પર ભાગ લઈ રહી છે. હાલમાં કિસાન આંદોલનને લઈ થયેલ એક ટ્વીટ વાયરલ થયું હતું જેના પર બૉલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે પણ પ્રતિક્રિયા આપી હતી. પોતાના ટ્વીટમાં તેમણે કિસાન પ્રોટેસ્ટની સરખામણી શાહીન બાગ સાથે કરી નાખી. કંગનાના આ નિવેદન બાદ ભારે બબાલ મચી છે હવે તેમની વિરુદ્ધ કાનૂની ફરિયાદ પણ થઈ છે. પંજાબના એક વકીલે કંગના રાણાવતને કાનૂની નોટિસ મોકલી વિરોધ પ્રદર્શનને લઈ કરેલ ટ્વીટ માટે માફી માંગવા કહ્યું.

Kangana ranaut

જણાવી દઈએ કે બૉલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવત હાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સામાજિક મુદ્દાઓ પર પણ ખુલ્લીને પોતાનું મંતવ્ય રાખી રહી છે. હાલમાં તેમણે ખેડૂત આંદોલનને લઈ એક ટ્વીટ કર્યું જે બાદ તેની મુશ્કેલી વધી ગઈ છે. કંગનાએ એક ફેક ટ્વીટ રિટ્વીટ કરતા ખેડૂત આંદોલનની સરખામણી શાહીન બાગ પ્રોટેસ્ટ સાથીે કરી દીધી. એટલું જ નહિ તેમણે આંદોલનની વાયરલ થયેલ ફોટોમાં જે વૃદ્ધ ખેડૂત દાદીને શાહીન બાગની બિલકિસ બાનો ગણાવી હતી, તેને રિટ્વીટ કર્યું હતું.

જણાવી દઈએ કે દિલ્હીના શાહીન બાગમાં સીએએ વિરુદ્ધ થયેલ વિરોધ પ્રદર્શનમાં બિલકિસ દાદી ચર્ચામાં આવી હતી. કંગનાના ટ્વીટથી નારાજ વકીલે નોટિસ મોકલી હવે તેમને માફી માંગવા કહ્યું છે. નોટિસમાં લખ્યું કે, ઉક્ત મહિલા માટે આવા પ્રકારની નિચલી ટિપ્પણીનો ઉપયોગ કરી તમે માત્ર એ મહિલાના સન્માનને જ ઠેસ નથી પહોંચાડી બલકે તેમની છબી પણ ખરાબ કરી છે. તમે પ્રત્યેક મહિલાની સાથે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ પુરુષોનું પણ અપમાન કર્યું છે. તમારા આ ટ્વીટથી એવા પ્રકારનો પણ સંદેશ મળે છે કે ખેડૂત આંદોલનમાં સામેલ લોકોને ભાડૂં ચૂકવીને લાવવામાં આવી રહ્યા છે.

Farmer protest: કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે તૈયાર ખેડૂત, રાજનાથ સિંહની આગેવાનીમાં થશે બેઠકઃ સૂત્રFarmer protest: કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે તૈયાર ખેડૂત, રાજનાથ સિંહની આગેવાનીમાં થશે બેઠકઃ સૂત્ર

English summary
over kangana's tweet on farmer protest a lawyer from punjab send notice to her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X