
પદ્મશ્રીથી સમ્માનિત અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
બોલિવુડથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. માહિતી અનુસાર દિગ્ગજ અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન થઈ ગયુ છે. 79 વર્ષની ઉંમરમાં દિનયારે અંતિમ શ્વાસ લીધા. જણાવવામાં આવી રહ્યુ છે કે દિનયાર ઘણા લાંબા સમયથી બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા દિનયાર કોન્ટ્રાક્ટરના અંતિમ સંસ્કાર મુંબઈની વર્લી સ્થિત પ્રેયર હૉલમાં બપોરે 3.30 વાગે કરવામાં આવશે. પદ્મશ્રીથી સમ્માનિત દિનયાર બાઝીગર, 36 ચાઈના ટાઉન, ખિલાડી અને બાદશાહ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે.
આ ઉપરાંત તેમણે ઘણી ટીવી સીરિયલમાં ભૂમિકા નિભાવી છે. દિનયારે કેરિયરની શરૂઆત થિયેટર આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમણે હિંદી ઉપરાંત ગુજરાતી નાટકોમાં કામ કર્યુ છે. કોન્ટ્રાક્ટરને વર્ષ 2019માં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રીના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સ્કૂલમાંથી અભિનયની શરૂઆત કરીને 1966માં પ્રોફેશનલ રીતે અભિનયની શરૂઆત કરી.
Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/yV8JswP1g1
— Narendra Modi (@narendramodi) 5 June 2019
દિનયારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યુ કે, 'પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યુ કે પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાક્ટ આપણા બધા માટે સ્પેશિયલ હતા કારણકે તેમણે ખુશીઓ ફેલાવવાનું કામ કર્યુ છે. તેમના અભિનયથી લોકોના ચહેરા પર સ્મિત આવી જતી હતી. થિયેટર, ટીવી અને સિનેમા સાથે તેમણે બધા માધ્યમોમાં ખૂબ સુંદર કામ કર્યુ. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે.'
Padma Shree awardee and veteran actor Dinyar Contractor passed away in Mumbai today morning due to age related ailments. (File pic) pic.twitter.com/GXtLfzv0tf
— ANI (@ANI) 5 June 2019
આ પણ વાંચોઃ દારુલ ઉલૂમનો નવો ફતવો, 'ઈદમાં ગળે મળવુ ઈસ્લામનો નિયમ નથી'