કંગના અંડરગાર્મેન્ટ પહેરે કે નહિ તેની મરજી હતી મે કંઈ કહ્યુ નથીઃ પહલાજ નિહલાની

અભિનેત્રી કંગના રનોતના તેને સોફ્ટ પૉર્ન ફિલ્મ ઑફર કરવાના નિવેદન પર પહલાજ નિહલાનીએ જવાબ આપ્યો છે.

અભિનેત્રી કંગના રનોતના તેને સોફ્ટ પૉર્ન ફિલ્મ ઑફર કરવાના નિવેદન પર પહલાજ નિહલાનીએ જવાબ આપ્યો છે. ફિલ્મ નિર્માતા નિહલાનીએ કહ્યુ કે કંગનાની વાતોમાં કોઈ સત્ય નથી. તેમણે કેરિયરના શરૂઆતના દિવસોમાં કંગનાને કામ આપ્યુ પરંતુ હવે તે પાયાવિહોણી વાતો કરી રહી છે. પહલાજ નિહલાનીએ કહ્યુ કે ના તો તેમણે કોઈને અંડરગાર્મેન્ટ પહેરવાની મનાઈ કરી અને ના બીજુ કોઈ દબાણ કર્યુ.

અંડરગાર્મેન્ટ ના પહેરવાનું કહેવા પર આ બોલ્યા નિહલાની

અંડરગાર્મેન્ટ ના પહેરવાનું કહેવા પર આ બોલ્યા નિહલાની

અભિનેત્રી કંગના રનોતે મિડ ડે સાથે એક વાતચીતમાં કહ્યુ કે કેરિયરના શરૂઆતના દિવસોમાં ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ તેને ગાર્મેન્ટ્સ વિના માત્ર રૉબ પહેરીને ફોટોશૂટ કરાવવા કહ્યુ હતુ. એ ફિલ્મના ઑડિશન દરમિયાન તેમને કહેવામાં આવ્યુ હતુ. તેમનો ફિલ્મમાં રોલ પણ સોફ્ટ પૉર્ન જેવો હતો. કંગનાના આ નિવેદન પર ઈન્ડિયા ટુડે દ્વારા ઈન્ટરવ્યુમાં નિહલાનીએ કહ્યુ, ‘કંગના પાંચ વર્ષથી સ્ટ્રગલ કરી રહી હતી પરંતુ કામ નહોતુ મળી રહ્યુ. મે તેની સાથે ત્રણ ફિલ્મ સાઈન કરી અને તેની સાથે આઈ લવ યુ બૉસમાં કામ કરવા માટે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરનો સંપર્ક કર્યો. આ બંને અભિનેતાઓ ન માનતા શત્રુઘ્ન સિન્હાને મે સાઈન કર્યા. પહેલા ત્રણ ગીતો રેકોર્ડ કરવામાં આવ્યા અને પછી ફોટોશૂટ થયુ. હું ફોટોશૂટ વખતે હાજર પણ નહોતો. મે તેમને ક્યારેય અંડરગાર્મેન્ટ પહેરવા કે ના પહેરવા વિશે કંઈ કહ્યુ નથી. આ બધો તેમને નિર્ણય હતો, એટલે તેમની વાતોનો કોઈ અર્થ નથી.'

મારા કારણે કંગનાને મળી હતી ગેંગસ્ટર

મારા કારણે કંગનાને મળી હતી ગેંગસ્ટર

પહલાજ નિહલાનીનું કહેવુ છે કે કંગનાના ફોટોશૂટની પબ્લિસિટી પર તેમણે 80 લાખ રૂપિયા ખર્ચ કર્યા જેથી તે લાઈમલાઈટમાં આવી. તેને કોઈ જાણતુ નહોતુ પરંતુ ત્યારબાદ તેને બીજી ફિલ્મોમાં કામ મળ્યુ અને ત્યારે ગેંગસ્ટરમાં પણ તેને કામ મળ્યુ. આઈ લવ યુ બૉસના સોફ્ટ પૉર્ન કહેવા પર પહલાજ નિહલાનીએ કહ્યુ કે જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા કે ઋષિ કપૂરને લઈ રહ્યા હોય શું તે સોફ્ટ પૉર્ન હશે. આ બધી ધડમાથા વિનાની વાતો છે.

કંગનાએ આ કહ્યુ હતુ

કંગનાએ આ કહ્યુ હતુ

કંગના રનોતે સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા નિર્માતા પહલાજ નિહલાની વિશે કહ્યુ છે કે તે એની સાથે સોફ્ટ પૉર્ન ફિલ્મ કરાવવા ઈચ્છતા હતા. કંગનાએ કહ્યુ કે જ્યારે ફિલ્મોમાં આવવા માટે તે સ્ટ્રગલ કરી રહી હતી તો તેને પહલાજ નિહલાનીની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. આઈ લવ યુ બૉસ નામની આ ફિલ્મ માટે પહલાજ નિહલાનીએ ઑફર આપી હતી. એ ફિલ્મ માટે ફોટોશૂટ કરાવવામાં આવ્યુ તો મને રૉબ (ઢીંચણ સુધી પહેરાતી ડ્રેસ)માં પોઝ આપવા માટે કહેવામાં આવ્યુ. મને કહેવામાં આવ્યુ કે તમે અંડરગાર્મેન્ટ ન પહેરો. કંગનાએ જણાવ્યુ કે ફિલ્મમાં તેમણે એક કામુક યુવતીનો રોલ કરવાનો હતો. જેમાં તે પોતાના બૉસને રિઝવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. કંગના જણાવે છે કે મારે એક યંગ છોકરીનો રોલ પ્લે કરવાનો હતો જે પોતાના આધેડ ઉંમરના બૉસ પ્રત્યે લસ્ટ રાખે છે. એવામાં ફોટોશૂટમાં મારે રૉબ પહેરીને પગને આનાથી બહાર કાઢીને પોઝ આપવાનો હતો. મને બહુ જલ્દી ખબર પડી ગઈ કે આ એક સોફ્ટ પૉર્ન જેવી ફિલ્મ છે અને મારા માટે આ કરવુ મુશ્કેલ રહેશે. એ ફોટોશૂટ કર્યુ તો ખરુ પણ સતત અસહજ રહી અને પછી ફોટોશૂટ વચમાં જ છોડીને નીકળી ગઈ. કંગનાએ જણાવ્યુ કે મે પહલાજ નિહલાનીનો સંપર્ક ખતમ કરી દીધો ત્યાં સુધી કે પોતાનો નંબર પણ બદલી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X