પ્રસૂન જોશી બન્યા સેન્સર બોર્ડના નવા ચીફ

Posted By:
Subscribe to Oneindia News

પહેલાજ નિહલાનીને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી નીકાળી દેવામાં આવ્યા છે. શુક્રવારે તેમને આ પદેથી નીકાળ્યા પછી તેમની જગ્યાએ જાણીતા ગીતકાર પ્રસૂન જોશીને સેન્સર બોર્ડના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. અભિનેત્રી વિદ્યા બાલનને પણ સેન્સર બોર્ડની સદસ્ય બનાવવામાં આવી છે. નિહલાનીએ પોતાના કાર્યકાળમાં ફિલ્મો પર લગાવવામાં આવેલા કટ અને સર્ટિફિકેટની લઇને હંમેશા ફિલ્મ નિર્માતાઓના નિશાના પર રહ્યા છે. ત્યારે નવા બનેલા ચીફ પ્રસૂન જોશી કોણ છે તે વિષે જાણો અહીં

Pahlaj Nihalani


પ્રસૂન જોશી

46 વર્ષીય પ્રસૂન જોશી એક જાણીતા લેખક, પટકથા લેખક, ગીતકાર અને વિજ્ઞાપન લેખક છે. વિજ્ઞાપનની દુનિયામાં તેમનું મોટું નામ છે. તે આંતરાષ્ટ્રીય વિજ્ઞાપન કંપની મૈકએન એરિક્સનમાં કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઉત્તારાખંડના અલ્મોડાના દન્યા ગામમાં જોશીનો જન્મ થયો હતો. ભણતર પૂર્ણ કરીને તેમણે સાહિત્ય અને ફિલ્મ ક્ષેત્ર પોતાની કારકિર્દી બનાવી હતી.

prasoon

પદ્મશ્રી

પ્રસૂન જોશીને દિલ્હી 6, તારે જમીન પર, રંગ દે બંસતી, હમ તુમ, ભાગ મિલ્ખા ભાગ અને ફના જેવી ફિલ્મો માટે ગીત લખ્યા છે. તેમના આ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. તેમને ત્રણ વાર ફિલ્મ ફેયર એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે જ બે વાર નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. 2015માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.

English summary
Pahlaj Nihalani sacked Prasoon Joshi CBFC new chief

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.