નિતિન ધ નૉકર : દુશ્મની ભુલાવી સાથે આવશે નસીર-પંકજ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 21 જાન્યુઆરી : દિગ્ગજ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર દસ વરસ બાદ ફરી એક સાથે રૂપેરી પડદે દેખાવાનાં છે. વર્ષ 2004માં મકબૂલ ફિલ્મમાં સાથે કામ કરનાર નસીર-પકંજ પછીથી કોઇક મુદ્દે વિવાદ થતા ક્યારેય સાથે નહીં દેખાયાં, પરંતુ બંને વચ્ચેની આ શત્રુતા સામે નૉકર (હથોડો) બની ઉપસી આવ્યાં છે યુવા દિગ્દર્શક નિતિન ચંદ્રા. નિતિને પોતાની આગામી ફિલ્મ કમ્પની ઉસ્તાદમાં કામ કરવા માટે બંનેને ઑફર કરી છે.

નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર પરસ્પર સાઢુભાઈ છે. અભિનેત્રી બહેનો રત્ના પાઠક તથા સુપ્રિયા પાઠકના લગ્ન ક્રમશઃ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર સાથે થયાં છે. રત્ના-સુપ્રિયા જોકે ક્યારેય રૂપેરી પડદે સાથે નથી દેખાયાં, પણ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે. મંડી, જાને ભી દો યારોં, મોહન જોશી હાજિર હો જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર નસીર-પંકજ છેલ્લે જાન્યુઆરી-2004માં આવેલી મકબૂલ ફિલ્મમાં સાથે દેખાયા હતાં, પરંતુ પછી બંને વચ્ચે કોઈ ફિલ્મ અંગે વિવાદ થતાં બંનેના રસ્તા જુદા થઈ ગયા હતાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

દૂર-દૂર

દૂર-દૂર

મકબૂલ ફિલ્મ બાદ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર એક-બીજાથી દૂર-દૂર રહેતા આવ્યાં છે અને સાથે ફિલ્મ કરવા અંગે સંકોચ અનુભવે છે.

નસીરની શરત

નસીરની શરત

એક માસ અગાઉ જ સમાચાર આવ્યા હતાં કે નસીરુદ્દીને એક નિર્માતા-દિગ્દર્શકની ફિલ્મની ઑફર એટલા માટે ઠુકરાવી દીધી હતી, કારણ કે તેમાં પંકજને અગાઉથી સાઇન કરી લેવાયા હતાં. નસીરે કહ્યુ હતું કે પંકજને કાઢો, તો હું મફતમાં કામ કરીશ.

હવે નિતિન

હવે નિતિન

જોકે એ વખતે નિર્માતા-દિગ્દર્શકના નામનો ખુલાસો નહોતો થયો, પરંતુ હવે નિતિન ચંદ્રાએ બંનેને સાથે લાવવાનું બીડુ ઝડપ્યું છે.

પંકજ સાથે ગમશે, પરંતુ...

પંકજ સાથે ગમશે, પરંતુ...

નસીરુદ્દીન શાહે જણાવ્યું - હું પંકજ સાથે કામ કરવાનું પસંદ કરીશ. તેઓ એક સારા અભિનેતા છે, પરંતુ નસીરુદ્દીને જણાવ્યું - ફિલ્મની વાર્તામાં અમારા બંનેના પાત્રો સાથે ન્યાય ધવો જોઇએ.

બંધ બેસે છે નસીર-પંકજ

બંધ બેસે છે નસીર-પંકજ

નિતિન ચંદ્રાએ જણાવ્યું - કમ્પની ઉસ્તાદ ફિલ્મના બંને પાત્રો નસીર અને પંકજ જ ભજવી શકે છે. બીજું કોઈ નહીં. આવા પાત્રો ભારતીય સિનેમામાં બહુ ઓછા લખાય છે.

શોધપૂર્ણ ભૂમિકા

શોધપૂર્ણ ભૂમિકા

નિતિને જણાવ્યું - કમ્પની ઉસ્તાદ ફિલ્મ એક જીવન ચરિત્ર છે અને બંને કલાકારો માટે બહુ શોધ કરાઈ છે. હું છેલ્લા ચાર વરસથી આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યો છું અને મારી સ્ક્રિપ્ટ એટલી મજબૂત છે કે નસીર, પંકજ અને મનોજ બાજપાઈ જેવા અભિનેતાઓ જ કામ કરી શકે.

English summary
Veteran actors and brothers-in-law Naseeruddin Shah and Pankaj Kapoor have been approached by young director Nitin Chandra to work together for the first time for his upcoming film "Company Ustad".

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.