'નિશ્વાસ' બની ગયેલી 'નિશબ્દ' ગર્લ જિયાનું અંગત જીવન

'નિશબ્દ', 'ગજિની' અને 'હાઉસફૂલ' જેવી ફિલ્મોમાં કામ કરનારી બ્રિટિશ ઇન્ડિયન અભિનેત્રી જિયા ખાને ગઇકાલે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાને આત્મહત્યા કરી હોવાના સમાચાર મળ્યા બાદ બોલિવુડ શોકમાં ડુબી ગયું છે.

નોંધનીય છે કે, . મુંબઇ પોલીસના ડીસીપી સી દોર્જેએ જણાવ્યું હતું કે જૂહૂના સાગત સંગીત બિલ્ડિંગના 102 મકાન નંબરમાં રહેનારી જિયા ખાને તે સમયે ગળે ફાંસો ખાધો હતો જ્યારે તેની મા અને બહેન બહાર ગયા હતા. રાત્રે પોણા અગિયાર વાગે પરત ફરતાં પરિવારજનોને જિયા ખાનને તેના દુપટ્ટેથી પંખા પર લટકેલી જોઇ હતી.

મળતી માહિતી અનુસાર આદિત્ય પંચોળીના પુત્ર સુરજ પંચોલી સાથે જિયા ખાને છેલ્લે ફોન પર વાત કરી હતી અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. જે સબબ આદિત્ય પંચોળીના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ તકે અમે અહી જિયા ખાન સાથે જોડાયેલી કેટલીક બાબતો પર પ્રકાશ પાડી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો ના માધ્યમથી આપણે જિયા ખાનના અંગત જીવનમાં એક ડોકિયું કરીએ.

જિયા ખાનનું બીજુ નામ નફિસા ખાન

જિયા ખાનનું બીજુ નામ નફિસા ખાન

જિયા ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ થયો હતો. તે નફિસા ખાન તરીકે જાણીતી પણ હતી, તે બ્રિટિશ ભારતીય અભિનેત્રી હતી, જેણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.

પબ્લિસિટીમાં ખાન નામનો ઉપયોગ

પબ્લિસિટીમાં ખાન નામનો ઉપયોગ

જિયાએ જણાવ્યું હતું કે ખાન તેનું અંતિમ નામ નથી પરંતુ તે પબ્લિસિટી માટે આ નામનો ઉપયોગ કરી રહી છે.

ન્યુ યોર્કમાં જન્મ, લંડનમાં ઉછેર

ન્યુ યોર્કમાં જન્મ, લંડનમાં ઉછેર

જિયા ખાનનો જન્મ ન્યુ યોર્કમાં થયો, લંડનમાં મોટી થઇ હતી. તેના પિતાનુ નામ અલી રિઝ્વી ખાન છે, જે ઇન્ડિયન અમેરિકન છે અને રબિયા અમિન તેમના માતા છે, જેમણે 1980માં તાહિર હુસૈનની ફિલ્મ દુલ્હા બિક્તા હે ફિલ્મમાં કામ કર્યું હતું.

તાહિર હુસૈનની દિકરી હોવાની અફવા

તાહિર હુસૈનની દિકરી હોવાની અફવા

એવી અફવા ઉડી હતી કે તાહિર હુસૈનની દિકરી છે અને તેથી તે આમિર ખાનની સંબંધી છે, જો કે, બાદમાં તેણે આ વાતને પાયા વિહોણી ગણાવી હતી.

જિયા ખાને ઓપેરામાં ટ્રેનિંગ લીધી હતી

જિયા ખાને ઓપેરામાં ટ્રેનિંગ લીધી હતી

જિયા ખાને ઓપેરામાં ટ્રેનિંગ લીધી હતી, તેણે પિયાનો વગાડ્યું હતું, તેમજ સાલસા, લામ્બડા, સામ્બા અને કથકમાં નૃત્ય પણ કર્યું હતુ.

લંડનમાં ફિલ્મ સ્ટ્ડીઝ પર કર્યો અભ્યાસ

લંડનમાં ફિલ્મ સ્ટ્ડીઝ પર કર્યો અભ્યાસ

તેણે લંડનમાં ફિલ્મ સ્ટ્ડીઝ અને લિટરેચરમાં એ લેવલ પૂર્ણ કર્યું હતું, તેમજ તેણે ન્યુયોર્કમાં લી સ્ટ્રાસ્બેર્ગ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં પણ અભ્યાસ કર્યો હતો.

16 વર્ષની ઉમરે દેખાવાની હતી મહેશ ભટ્ટની ફિલ્મમા

16 વર્ષની ઉમરે દેખાવાની હતી મહેશ ભટ્ટની ફિલ્મમા

16 વર્ષની વયે તે મહેશ ભટ્ટની ફિલ્મ તુમસા નહીં દેખામાં આવવાની હતી, પરંતુ આ ફિલ્મના પાત્ર માટે તે ઘણી નાની લાગી રહી હતી અને તેથી તેના સ્થાને દિયા મિર્ઝાને આ ફિલ્મમાં લેવામાં આવી હતી.

જિયા ખાનની પહેલી ફિલ્મ

જિયા ખાનની પહેલી ફિલ્મ

જિયા ખાનની પહેલી ફિલ્મ નિશબ્દ હતી. આ ફિલ્મ રામગોપાલ વર્મની હતી, ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન હતા. આ ફિલ્મ 2 માર્ચ 2007ના રોજ રજૂ થઇ હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તેના આત્મવિશ્વાસ, એટિટ્યૂડ અને સેક્સ અપીલની ઘણી નોંધ લેવાઇ હતી.

ગજિની ફિલ્મમાં તેનું કામ વખણાયું હતુ

ગજિની ફિલ્મમાં તેનું કામ વખણાયું હતુ

26 ડિસેમ્બર 2008ના રોજ રજૂ થયેલી હિન્દી રિમેક ફિલ્મ ગજિનીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આમિર ખાન અને આસિન સાથે હતી. આ ફિલ્મમાં તેના કામને ઘણું વખાણવામાં આવ્યું હતું અને તેને ફિલ્મફેર બેસ્ટ ડેબુડેન્ટની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.

કારકિર્દીની અંતિમ ફિલ્મ

કારકિર્દીની અંતિમ ફિલ્મ

તે સાજીદ ખાનની હાઉસફૂલ ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી, જે તેની કારકિર્દીની અંતિમ ફિલ્મ હતી.

માત્ર ત્રણ ફિલ્મોમાં જ કર્યું કામ

માત્ર ત્રણ ફિલ્મોમાં જ કર્યું કામ

જિયા ખાને 2007થી 2013 સુધીમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યુ છે, તેણે એક ફિલ્મ સાઇન કરી હતી આપ કા સાયા જે ફિલ્મ 2015માં રજૂ થઇ હતી. આ પહેલા 2007માં નિશબ્દ, 2008માં ગજિની અને 2010માં હાઉસફૂલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X