શું છે એશ, પરણિતી, અનુષ્કા જેવા સેલેબ્રિટીના "Pet name"? જાણો અહીં

બોલીવૂડ સેલિબ્રિટીની રીલ લાઇફ તેમની રિયલ લાઇફ કરતા ખૂબ જ અલગ હોય છે. જેમ કે બોલીવૂડમાં તેવા અનેક સેલેબ્રિટી છે જેમના રિયલ નામ તેમના રિલ નામ કરતા અલગ છે. વળી ઘરમાં જેમ આપણા પરિવારના સભ્યો આપણને આપણા હુલામણાં નામથી બોલાવે છે તે જ રીતે બોલીવૂડના આ સેલેબ્રિટીના પેટ નેમ એટલે કે હુલામણાં નામ પણ હોય છે. જે ધણીવાર ખૂબ જ ફની તો કેટલીક વાર અજીબ હોય છે.

બેબો (કરીના કપૂર), ચીચી (ગોવિંદા) જેવા અનેક જાણીતા હલામણાં નામ છે જે વિષે તો તમે બધા જાણતાં જ હશો પણ આજે અમે તમને ઐશ્વર્યા રાય બચ્ચન, રજનીકાંત, શિલ્પા શેટ્ટી, અનુષ્કા જેવા બોલીવૂડ સેલેબ્રિટીના હુલામણાં નામો વિષે જણાવાના છીએ. આમાંથી કેટલાક હુલામણાં નામ તેમના પરિવારજનો આપ્યા છે કાં તો પછી તેમના ફેન કે પછી તેના ફેમસ કેરેક્ટ કે મિત્રો દ્વારા જે તે સેલેબ્રિટીને આપવામાં આવ્યા છે. તો શું છે આ બોલીવૂડ સેલેબ્રિટીના હુલામણાં નામ વધુ જાણો અહીં...

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાને મિલ્કી, કુચી કુ જેવા પેટ નેમથી તેના ફેન્સ અને ફેમિલી બોલાવે છે.

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

પરણિતી ચોપડાનું પેટ નેમ છે ત્રિશા. આમ પણ પરણિતી બોલવામાં ખૂબ જ લાંબુ લાગે છે નહીં!

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

વિરાટ કોહલીની આ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માનું હુલામણું નામ છે નૂસાઇ. આ વળી કેવી અટપટું હુલામણું નામ છે!

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવન છે ઓફિસ્યલ પપ્પુ તો પપ્પુના નામ પર જોક્સ લખનાર લોકો જરા વિચારીને બોલે!

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસનનું હુલામણું નામ છે કાનમણી.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન

સુસ્મિતા સેનનું હુલામણું નામ છે ટીટ્ટુ. ટીટ્ટુ એક પંજાબી નામ છે અને સુસ્મિતા છે બંગાળી.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરને લોકો જિરાફ કહે છે. કદાચ તેની લંબાઇના કારણે તેને આ નામ આપવામાં આવ્યું છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂરને પ્રેમની ઘરના લોકો શાશા કહીને બોલાવે છે.

રજનીકાંત

રજનીકાંત

રજનીકાંતને પ્રેમથી થલ્લાઇવા કહીને બોલવવામાં આવે છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરને રેમન્ડ કહીને તેના ફ્રેન્ડ બોલાવે છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાને પ્રેમથી મીમી કહીને બોલાવે છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગનાને પેટ નેમ અર્શદ છે. હવે આનો અર્શદ વારસી સાથે કોઇ સંબંધ છે કે નહીં તે તપાસવું પડશે!

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચનને ગુલ્લુ કહીને ઘરમાં બોલવવામાં આવે છે. સો સ્વીટને ગુલ્લુ!

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીને માન્યા કહીને ઘરમાં બોલવવામાં આવે છે.

આફતાબ શિવદસાની

આફતાબ શિવદસાની

આફતાબનું હુલામણું નામ છે ફફ્ફી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X