For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

controversial નહીં, controHITial કહો... તમે પણ જાણો કઈ રીતે?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 જાન્યુઆરી : વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ મૅસેંજર ઑફ ગૉડ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. સેંસર બોર્ડે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની ફિલ્મ મૅસેંજર ઑફ ગૉડ સામેનું બૅન હટાવી લેતા હવે આ ફિલ્મ આગામી 18મી જાન્યુઆરીએ રિલીઝ થશે.

એમ તો આ ફિલ્મ 16મી જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ સેંસર બોર્ડે તેને રોકી રાખી હતી. રિલીઝના વિરોધમાં સેંસર બોર્ડના પ્રમુખ લીલા સૅમસને પોતે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દિધુ હતું.

ખેર, આપને બતાવી દઇએ કે મૅસેંજર ઑફ ગૉડ ભારતમાં કોઈ એવી પ્રથમ ફિલ્મ નથી કે જેના અંગે વિવાદ ઊભો થયો હોય અને તેની સામે પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠી હોય. અગાઉ પણ સમયાંતરે આવા વિવાદો અને પ્રતિબંધોની વાતો ચાલતી રહે છે.

ચાલો જોઇએ મૅસેંજર ઑફ ગૉડ અને તેના જેવી વિવાદાસ્પદ Latest ફિલ્મો :

હૈદર

હૈદર

શાહિદ કપૂર અભિનીત વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદર ઘણા વિવાદોમાંથી પસાર થઈ હતી. ક્યાંક દેશદાઝની લાગણી દુભાતી હતી, તો ક્યાંક સેનિકોની લાગણી. ફિલ્મના અનેક સીન્સ અને શબ્દો અંગે વિવાદ હતાં. અફવાઓ તો અહીં સુધી ચાલી હતી કે જમ્મૂ-કાશ્મીરના તે વખતના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને જરાય નહોતી ગમી, પણ પછીથી તેમણે આ વાતને ફગાવી દીધી.

પીકે

પીકે

રાજકુમાર હીરાણીની ફિલ્મ પીકેથી બહેતર ફિલ્મ કઈ હોઈ શકે કોઈ ધર્મની લાગણીઓને દુભાવવની બાબતમાં? એટલે જ તો આ ફિલ્મ સામે બૅનની માંગ ઉઠી હતી, પરંતુ સેંસર બોર્ડ અને કોર્ટ પોતાની વાતો પર અફર રહ્યાં અને વિવાદો છતાં આ ફિલ્મ આજે પણ ધૂમ કમાણી કરી રહી છે.

રામલીલા

રામલીલા

ગોલિયોં કી રાસલીલા રામલીલા. આ ફિલ્મનું નામ હતું માત્ર રામલીલા, પણ રિલીઝ પહેલા હિન્દુ સંગઠનોના વિરોધ બાદ સંજય લીલા ભાનુશાળીએ ફિલ્મનું નામ ગોલિયોં કી રાસલીલા રામલીલા કરી નાંખ્યું. ફિલ્મ સુપર હિટ રહી.

જોધા અકબર

જોધા અકબર

આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબરે પણ ભારે વિવાદોમાંથી પસાર થવુ પડ્યુ હતું. ફિલ્મ સામે રાજપૂત ઘરાનાઓએ સવાલ ઊભા કર્યા હતાં. લોકોએ અહીં સુધી કહ્યુ હતું કે જોધા અકબરની પત્ની નહોતી કે જેવું ફિલ્મમાં દર્શાવાયું છે. લોકોએ આશુતોષ સામે ઇતિહાસ સાથે છેડતીનો આરોપ મૂક્યો હતો, પરંતુ અંતે બધુ ચિત્ર સ્પષ્ટ થયું અને ફિલ્મ સુપર હિટ રહી.

વિશ્વરૂપમ

વિશ્વરૂપમ

કમલ હસનની આ સુપર હિટ ફિલ્મે ધૂમ કમાણી કરી. ફિલ્મ પણ વિવાદમાં હતી. મુસ્લિમ સંગઠનોએ વિશ્વરૂપમનો વિરોધ કર્યો હતો કે ફિલ્મમાં મુસ્લિમોને ખરાબ રીતે ચિતરાયા છે. વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે કમલ હસને ધમકી આપી દીધી હતી કે જો તેમની ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાય, તો તેઓ દેશ છોડી દેશે. જોકે ફિલ્મ રિલીઝ થઈ અને હિટ પણ.

રાગિણી એમએમએસ

રાગિણી એમએમએસ

2011માં આવેલી રાગિણી એમએમએણસ ફિલ્મ પણ વિવાદોમાં સપડાઈ હતી. ફિલ્મ દેશના સૌથી મોટા વિવાદાસ્પદ સ્કૅંડલ પર આધારિત હતી કે જેને દર્શકો સામે લવાવામાં આવ્યો હતો. ફિલ્મમાં ખૂબ જ એક્સપોઝિંગ દૃશ્યો હતાં. આ ફિલ્મની સિક્વલ રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોન હતાં.

ઓહ માય ગૉડ

ઓહ માય ગૉડ

અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગૉડે પણ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં દેવી-દેવતાઓથી માંડી બાબાઓ સામે તગડા પ્રહારો કરાયા હતાં. એમપી હાઈકોર્ટે સેંસર બોર્ડને કેટલાક દૃશ્યો હટાવવા માટે કહ્યુ હતું. ફિલ્મમાં પરેશ રાવલ લીડ રોલમાં હતાં. જોકે ફિલ્મ રિલીઝ થઈ અને સફળ પણ.

મૅસેંજર ઑફ ગૉડ

મૅસેંજર ઑફ ગૉડ

હવે વારો આવ્યો છે મૅસેંજર ઑફ ગૉડ. બાબા રામ રહીમનું કહેવું છે કે આ ફિલ્મ સમાજમાં ફેલાયેલ અંધ વિશ્વાસ, નશા અને ડ્રગ્સ જેવી બુરાઈઓની વિરુદ્ધ છે. ફિલ્મ દ્વારા તેઓ લોકોને જાગૃત કરવા માંગે છે. જોઇએ કે આ ફિલ્મ કેટલી સફળ થાય છે?

English summary
Here are list of 7 films which faced controversy as today Messenger of God is facing. But all these films are superhit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X