For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિતિક રોશનની ફિલ્મના બે કલાકારોને આતંકી સમજીને ધરપકડ કરવામાં આવી

મુંબઈ પોલીસનું હાલમાં કંઈક એવું કારનામુ સામે આવ્યું છે, જેને કારણે તેમનો મજાક બની રહ્યો છે. ખરેખર મુંબઈ પોલીસે 2 વ્યક્તિઓની આતંકી હોવાની શંકામાં ધરપકડ કરી હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈ પોલીસનું હાલમાં કંઈક એવું કારનામુ સામે આવ્યું છે, જેને કારણે તેમનો મજાક બની રહ્યો છે. ખરેખર મુંબઈ પોલીસે 2 વ્યક્તિઓની આતંકી હોવાની શંકામાં ધરપકડ કરી હતી. પરંતુ પછી ખબર પછી કે તે બંને વ્યક્તિઓ રિતિક રોશનની ફિલ્મમાં આતંકીનો રોલ કરી રહ્યા છે, જેને કારણે તેમને આતંકી વેશભૂષા ધારણ કરી હતી. તેમની વેશભૂષા જોઈને પોલીસ ભ્રમિત થઇ અને તેમને આતંકી સમજીને તેમની ધરપકડ કરી લીધી.

સિગરેટ લેવા માટે બજાર ગયા હતા

સિગરેટ લેવા માટે બજાર ગયા હતા

બંને કલાકારો ફિલ્મની શૂટિંગ માટે આતંકી વેશમાં તૈયાર થયા હતા. તેમની કમર પર બુલેટ બાંધી હતી. જયારે આ બંને સિગરેટ લેવા માટે બજાર ગયા ત્યારે પોલીસની તેમની પર નજર પડી અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી. લગભગ 1 કલાકની પૂછપરછ પછી પોલીસને આ વાતની જાણકારી મળી કે તેઓ આતંકી નહીં પરંતુ કલાકારો છે. બંનેની ઓળખ બલરામ ગિનવાળા અને અરબાઝ ખાન તરીકે થઇ. બંને પાલઘર જિલ્લાના વસઈમાં રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

પ્રોડક્શન યુનિટે તેની જાણકારી આપી

ફિલ્મના પ્રોડક્શન યુનિટના ઇન્ચાર્જે બંને કલાકારો સાથે જોડાયેલા બધા જ દસ્તાવેજો પોલીસને સોંપી દીધા. તેમ છતાં પોલીસે યુનિટ ઇન્ચાર્જ અને બંને કલાકારો સામે સેક્શન 188 હેઠળ કેસ નોંધ્યો છે. તેમની પર સામાન્ય લોકો વચ્ચે માહોલ ખરાબ કરવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે, જેમાં રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને વાણી કપૂર છે.

ટ્વિટર પર લોકોએ મજાક ઉડાવ્યો

આ ઘટના સામે આવ્યા પછી લોકોએ ટ્વિટર પર પોલીસનો ઘણો મજાક ઉડાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે બાલાકોટ સૂત્રો મુંબઈ પોલીસને પણ ખુફિયા જાણકારી આપી રહ્યા છે. જયારે બીજા એક યુઝરે લખ્યું છે કે આપણી પોલીસને આખી દુનિયા શોધી રહી છે.

English summary
Police arrest two film actor who were in the costume of terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X