For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશ્લીલ ગીતો ગાતાં ગાયક હની સિંહ સામે પોલીસ કેસ

|
Google Oneindia Gujarati News

લખનૌ, 1 જાન્યુઆરી : દિલ્હી ગૅંગ રેપના પગલે આખા દેશમાં રોષ ફાટી નિકળ્યો છે. એવામાં લોકો જ્યાંય કંઇક અનૈતિક થતું જુએ છે કે તરત પોતાનો રોષ વ્યક્ત કરી દે છે. લોકોના આવા જ રોષનો ભોગ બન્યા છે પંજાબી પૉપ સિંગર હની સિંહ. તેમની સામે અશ્લીલ ગીત ગાવાનો આરોપ લગાવાયો છે.

Honey Singh

હની સિંહ વિરુદ્ધ અશ્લીલ ગીત ગાવા અને મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દ પ્રયોગ કરવાના ગુના હેઠળ લખનૌમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આ અંગે જ્યારે વનઇન્ડિયાએ લોકો સાથે વાતચીત કરી, તો લોકોએ જણાવ્યું કે બહુ સારૂ થયું. હની સિંહ સાથે આવું જ થવું જોઇતુ હતું. આવા લોકો જ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે અને લોકોને ઉત્તેજિત કરે છે. તેમના કૃત્યોનો ભોગ માસૂમોએ બનવું પડે છે. સારૂં થયું, જે થયું. કમ સે કમ લોકો અશ્લીલતાથી બચી શકશે

આ અગાઉ લખનૌના આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હની સિંહ વિરુદ્ધ ઑનલાઇન ફરિયાદ નોંધાવાઈ હતી. તેથી અમારે એક્શન લેવું પડ્યું. એટલું જ નહીં, ઠાકુરે જણાવ્યું કે હકીકતમા હની સિંહે અશ્લીલતા અને અભદ્રતાના તમામ સીમાડા ઓળંગનાર ગીત ‘મૈં હૂં બલાત્કારી...' અને ‘કેંદે પેચાયિયા...' ગીતો લખ્યાં અને ગાયાં છે કે જે સમાજમાં ખોટી વસ્તુઓને પ્રસારિત કરે છે. આ ગીતો અત્યંત અશ્લીલ, ઉત્તેજક અને અભદ્ર હોવાના કારણે ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે.
નોંધનીય છે કે હની સિંહ ગુડગાંવ ખાતે પણ નવા વર્ષે એક શો કરવાના છે. લોકોએ તેને પણ રદ્દ કરવાની માંગણી કરી છે. પંજાબી પૉપ દુનિયામાં હની સિંહ એક મોટું નામ છે. તેમના લાઇવ શોની ડિમાંડ માત્ર ઇન્ડિયાજ નહીં, પણ વિદેશોમાં પણ હોય છે. હવે તો હની સિંહ બૉલીવુડ માટે પણ ગાઈ રહ્યાં છે. વર્ષ 2012ની હિટ ફિલ્મ કૉકટેલ વડે તેમણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે.

English summary
Lucknow police file FIR against Honey Singh for obscene lyrics so People Happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X