• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યશ રાજ ફિલ્મ સાથે સુસાંતના કોન્ટ્રાક્ટની કોપી મળી, પોલીસે 15 લોકોની પૂછપરછ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હજી સુધી ઉકેલાયો નથી. મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, શનિવારે આ સિલસિલામાં 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જણાવી દઇએ કે બાંદ્રા પોલીસ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે તેમની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની આત્મહત્યાને લઇ પોલીસ કેટલાય એંગલથી મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે તેઓ કોઇ વાતથી પરેશાન હતા અને ડિપ્રેશનમાં હતા.

પોલીસે મામલાની તપાસ તેજ કરી

પોલીસે મામલાની તપાસ તેજ કરી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનની સવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો, પોલીસને તેમના ઘરેથી સુસાઇડ નોટ નથી મળી, જેના કારણે તેમના આપઘાતનું અસલી કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. સુશાંતના મોત બાદ બૉલીવુડ પણ બે ભાગમાં વહેંચાઇ ગયું છે, કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત નેપોટિઝ્મને પગલે ડિપ્રેશનમાં હતા જે કારણે તેમણે આવડું મોટું પગલું ભર્યું. જો કે સુશાંતના આપઘાત પાછળનું કારણ શું છે તે હજી જાણી શકાયું નથી.

15 લોકોના નિવેદન નોંધ્યાં

15 લોકોના નિવેદન નોંધ્યાં

ડીસીપી (ઝોન 9) અભિષેક ત્રિમુખે મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શનિવારે તેમના મેનેજરીયલ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યાં. આની સાથે જ પોલીસને યશરાજ ફિલ્મ્સના કોન્ટ્રાક્ટની કોપી પણ સોંપવામાં આવી છે જેના પર સુશાંત સિંહ રાજપૂતના હસ્તાક્ષર છે. માનવામાં આવી રહયું છે કે સુશાંતના નજીકના લોકો સાથે પૂછપરછ અને કોન્ટ્રાક્ટ કોપીથી એક્ટર વિશે કેટલાય નવા ખુલાસા થઇ શકે છે. પોલીસ સુશાંત સિંહના નજીકના લોકોની સતત પૂછપરછ કરી રહી છે.

સુશાંત સાથે છેલ્લે રિયાની વાત થઇ હતી

સુશાંત સાથે છેલ્લે રિયાની વાત થઇ હતી

જણાવી દઇએ કે બાંદ્રા પોલીસે ગુરુવારે અભિનેત્રી અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે તેમની 9 કલાકની મેરેથોન પૂછપરછ કરી હતી. કૉલ રેકોર્ડ્સથી પોલીસને જાણવા મળ્યું હતું કે રિયા છેલ્લી શખ્સ છે જેણે ઊંઘતાં પહેલા શનિવારે છેલ્લીવાર કોલ કર્યો હતો. જે બાદ સુશાંતે મહેશ શેટ્ટીને ફોન કર્ય અને જવાબ ના મળ્યા બાદ તેમણે રિયાને ફોન કર્યો હતો. રિયાએ પણ તેમને ફોન નહોતો કર્યો.

સુશાંત સાથે રિયાનો ઝઘડો થયો હતો

સુશાંત સાથે રિયાનો ઝઘડો થયો હતો

પિંકવિલાના રિપોર્ટ મુજબ સુશાંત અને રિયા કથિત રીતે કાર્ટર રોડમાં પોતાના પેંટહાઉસમાં સાથે રહેતા હતા. આ પેંટહાઉસને તેમણે પોતાના દોસ્ત સિદ્ધાર્થ પિટાની પાસેથી ભાડે લીધો હતો. જો કે સુશાંતના આપઘાત પહેલા જ રિયા તેને છોડીને ચાલી ગઇ હતી, જ્યારે આ બાબતે પોલીસે શંકા કરી તો તેણે સ્પષ્ટતા કરી કે સુશાંત અને તેનો ઝઘડો થઇ ગયો હતો જે બાદ તે પેંટહાઉસ છોડીને ચાલી ગઇ હતી.

સુશાંત સિંહ 4.5 લાખ રૂપિયા ફ્લેટનું ભાડું ચૂકવતો હતો

સુશાંત સિંહ 4.5 લાખ રૂપિયા ફ્લેટનું ભાડું ચૂકવતો હતો

જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ અહેવાલ સામે આવ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂતની બિલ્ડિંગના લોકો તેમની પાર્ટીઓથી પરેશાન હતા અને તેઓ આ મામલે સેક્રેટરીને સતત ફરિયાદ કરતા હતા. આ દિવસમાં સુશાંત પરેશાન થઇ ગયા હતા અને તેમણે ઘર છોડવાનો ફેસલો કરી લીધો હતો. જે બાદ તેઓ મોંટ બ્લાંકમાં એક ડુપ્લેક્સ અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા, જેમાં ત્રણ બેડરૂમ અને એક વિશાળ હોલ હતો. સુશાંત આ ઘર માટે 4.5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવતો હતો.

એક વર્ષથી ડિપ્રેશનમાં હતો સુશાંત

એક વર્ષથી ડિપ્રેશનમાં હતો સુશાંત

વેબસાઇટ breakingboom ના અહેવાલ મુજબ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં ડૉક્ટર કેરસી ચાવલાએ જણાવ્યું કે, સુશાંત 6 મહિના પહેલા મને મળ્યો હતો. અમારી પહેલી મુલાકાત હિંદુજા હોસ્પિટલમાં થઇ. સુશાંતે મને જણાવ્યું કે પાછલા એક વર્ષથી ડિપ્રેશનમાં રહે છે. અંકિતા લોખંડે સાથે બ્રેકઅપના ોડા મહિના સુધી તેમની જિંદગીમાં બધું ઠીક ચાલી રહ્યું હતું. જે બાદ સુશાંત રાજપૂતની લાઇફમાં એક્ટ્રેસ કીર્તિ સેનન આવી, પરંતુ આ રિલેશનશિપ વધુ દિવસ સુધી ના ચાલી શક્યા. કીર્તિ બાદ એક મશહૂર એક્ટરની દીકરી પણ તેમની લાઇફમાં આવી.

સુશાંત સિંહ રાજપૂત આઈન્સ્ટાઇન જેવી પ્રતિભા ધરાવતા હતા, સામે આવ્યો વીડિયોસુશાંત સિંહ રાજપૂત આઈન્સ્ટાઇન જેવી પ્રતિભા ધરાવતા હતા, સામે આવ્યો વીડિયો

English summary
police inquiring, got contract copy of sushant singh with yashraj films
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X