પૂનમે ભગવાન વિષ્ણુ સમક્ષ અર્ધનગ્ન તસવીર પડાવી, સમન જારી
મુંબઈ, 17 ઑક્ટોબર : વિવાદોના મહારાણી પૂનમ પાન્ડે વધુ એક વાર વિવાદોમાં છે, પરંતુ આ વખતે વિવાદ જ નહીં, પણ પોલીસ પણ તેમની પાછળ છે. એટલું જ નહીં, પૂનમ પાન્ડે વિરુદ્ધ મોસ્ટ વૉન્ટેડ વૉરંટ પણ નિકળી ગયું છે. કારણ એ છે કે પૂનમ પાન્ડેએ એક જાહેરખબર માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ અર્ધનગ્ન થઈ શૂટ કર્યુ. આથી જ તેમની વિરુદ્ધ હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પૂનમ પાન્ડે સામે કાયમ અશ્લીલતાનો આરોપ લાગતો રહે છે. કિંગફિશર મૉડેલ પૂનમ પાન્ડે ચર્ચામાં ત્યારે આવ્યા હતાં કે જ્યારે તેમણે વર્લ્ડકપ 2011 વખતે જાહેરાત કરી હતી કે જો ભારત જીતશે, તો તેઓ ખુલ્લેઆમ ન્યુડ થઈ જશે. તાજેતરમાં જ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા આવી હતી કે જે ફ્લૉપ રહી.












Click it and Unblock the Notifications
