જો 'નશા' ફિલ્મ હિટ જશે તો પ્રશંસકો માટે કપડાં ઉતારીશ: પૂનમ પાન્ડે
નવી દિલ્હી, 24 જુલાઇ: બૉલીવુડની બિંદાસ બાળા અને કિંગફિશરની ગર્લ પોતાની ફિલ્મ નશાને ફિટ કરવા માટે દરેક પ્રકારના નુસખા અપનાવી રહી છે. તેમને એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જો તેમની ફિલ્મ નશા હિટ થઇ જાય તો તે પોતાના પ્રશંસકોને ખુશ કરવા માટે કપડાં ઉતારી દેશે.
અમિત સક્સેના નિર્દેશિત 'નશા'માં પૂનમ પાન્ડેના સહ-અભિનેતા નવોદિત કલાકાર શિવમ છે. આ ફિલ્મનું નિર્માણ સુરેન્દર સુનેજા અને આદિત્ય ભાટિયાએ 'ઇગલ હોમ એન્ટરટેનમેન્ટ'ના બેનર હેઠળ કર્યું છે. 26 જુલાઇ એટલે કે આવતીકાલે ફિલ્મ રિલીઝ થશે. પૂનમ પાન્ડે આ ફિલ્મના પ્રમોશન માટે હાલમાં વ્યસ્ત છે.
પૂનમ પાન્ડે નશાથી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં પૂનમની દરેક અદા ખાસ છે. દરેક અદા નિરાળી છે અને દરેક અંદાજ સેક્સી છે. આમ તો પૂનમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોતાના ન્યૂડ ફોટો પોસ્ટ કરી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે 2011માં ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન પૂનમ પાન્ડે તે સમયે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહી હતી. તેને કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ખેલાડી સમક્ષ નિર્વસ્ત્ર થઇ જશે.













Click it and Unblock the Notifications
