લગ્નના 4 મહિના બાદ જ પ્રિયંકા ચોપડા લઈ રહી છે નિક જોનસ સાથે છૂટાછેડા?

સોશિયલ મીડિયા પર સમાચારો વાયરલ થઈ રહ્યા છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ છૂટાછેડા લેવાના છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસે ગયા વર્ષે લગભગ 6 મહિના એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નના 4 મહિના થઈ પણ ચૂક્યા છે અને બંને સોશિયલ મીડિયા પર મોસ્ટ ટૉક્ડ કપલ બનેલા છે. રોજે રોજ બંનેના હૉટ અને લવી ડવી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે આ હૉટ કપલ વિશે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સમાચારો વાયરલ થઈ રહ્યા છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ છૂટાછેડા લેવાના છે. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે આમાં કેટલી સચ્ચાઈ છે એનો દાવો વન ઈન્ડિયા બિલકુલ કરતુ નથી.

નિક જોનસને પ્રિયંકાનો ગુસ્સો અને કંટ્રોલ કરવાનો સ્વભાવ પસંદ નથી

નિક જોનસને પ્રિયંકાનો ગુસ્સો અને કંટ્રોલ કરવાનો સ્વભાવ પસંદ નથી

OK! નામની મેગેઝીનમાં આ રિપોર્ટને પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લગ્ન પહેલા નિક વિચારતા હતા કે પ્રિયંકા બહુ મૉર્ડન વિચારોવાળી યુવતી છે અને તેને કોઈ વાતથી મુશ્કેલી નહિ પડે. સાથે મેગેઝીનના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકાએ પણ લગ્નનો નિર્ણય બહુ ઉતાવળમાં લઈ લીધો. રિપોર્ટ અનુસાર લગ્ન બાદ નિક પોતાના જીવનની નાની નાની વાતોમાં પ્રિયંકાની દખલઅંદાજીથી ચિડાઈ રહ્યા છે. વળી, તે પ્રિયંકાના ગુસ્સાવાળા સ્વભાવથી પણ નારાજ છે.

પ્રિયંકા 21 વર્ષની છોકરી જેવુ વર્તન કરે છે જેને માત્ર પાર્ટી કરવાનુ પસંદ

પ્રિયંકા 21 વર્ષની છોકરી જેવુ વર્તન કરે છે જેને માત્ર પાર્ટી કરવાનુ પસંદ

રિપોર્ટ અનુસાર નિકના પરિવારવાળાએ પણ તેને પ્રિયંકા સાથે છૂટાછેડા લેવાની સલાહ આપી છે. કહેવામાં આવી રહ્યુ છે કે લગ્ન પહેલા પ્રિયંકાના સાસરિયાને લાગ્યુ હતુ કે તે એક સમજદાર મહિલા છે પરંતુ હવે તેમણે જોયુ કે પ્રિયંકા 21 વર્ષની છોકરી જેવુ વર્તન કરે છે જેને માત્ર પાર્ટી કરવાનું પસંદ છે.

છૂટાછેડા થશે તો ઉઠશે સંપત્તિ વિવાદ

છૂટાછેડા થશે તો ઉઠશે સંપત્તિ વિવાદ

મેગેઝીને કહ્યુ છે કે જો નિક જોનસ અને પ્રિયંકાના છૂટાછેડા થશે તો એક મોટો સંપત્તિ વિવાદ પણ ઉભો થશે અને તેમણે એટલી ઉતાવળમાં લગ્ન કર્યા છે કે એ દરમિયાન તેમની વચ્ચે સંપત્તિના અધિકાર સંબંધિત અમેરિકી કાયદા પર હસ્તાક્ષરપણ કર્યા નથી.

સમાચારની સચ્ચાઈ પર શંકા

સમાચારની સચ્ચાઈ પર શંકા

જો કે હવે બોલિવુડલાઈફના એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છૂટાછેડાના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ પહેલો મોકો નથી જ્યારે OK! મેગેઝીને પ્રિયંકા અને નિક જોનસ વિશે આવી અફવાઓ ફેલાવી હોય. આ પહેલા પણ ડિસેમ્બરમાં આ મેગેઝીને એક એવો રિપોર્ટ છાપ્યો હતો જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિયંકા અને નિક એ વાત માટે ઝઘડી રહ્યા છે કે તે લગ્ન બાદ ક્યાં રહેશે.

સમજી વિચારીને કરો વિશ્વાસ

સમજી વિચારીને કરો વિશ્વાસ

જો કે અમે તો તમને એ જ કહીશુ કે આવી અફવાઓ પર જરા સમજી વિચારીને વિશ્વાસ કરો કારણકે આ પહેલા પણ પ્રિયંકા વિશે સમાચાર આવ્યા હતા કે તે પ્રેગ્નેન્ટ છે... આ સમાચાર બાદમાં ખોટા સાબિત થયા. બાદમાં આ સમાચારો પર પ્રિયંકાની માએ કહ્યુ હતુ કે મારી દીકરીનો અત્યારે કોઈ પ્લાન નથી. હવે જોવાની વાત એ છે કે છૂટાછેડાની અફવાઓ પર પ્રિયંકાના પરિવારનું શું રિએક્શન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X