આ મામલે પ્રિયંકા ચોપરાએ દીપિકાને આપી માત!

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ ભલે ગમે એટલી ના પાડે, પરંતુ તેમની વચ્ચે હંમેશા સ્પર્ધા રહી છે. પ્રિયંકાએ હોલિવૂડમાં નામના મેળવ્યા બાદ દીપિકા પણ એ જ રસ્તે ચાલી નીકળી હતી અને ત્યારથી આ બંનેની તુલના વધુ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવાની વાત હોય, એવોર્ડ કે એક્ટિંગની વાત હોય કે હોલિવૂડ પ્રોજેક્ટ્સ હોય; બોલિવૂડની આ બંને એક્ટ્રેસિસની તુલના અવશ્ય થાય છે. હાલ આ બંને વચ્ચેની તુલનાનું કારણ છે સોશિયલ મીડિયા રેન્કિંગ!

'હોલિવૂડ રિપોર્ટર'નું સોશિયલ મીડિયા રેન્કિંગ

'હોલિવૂડ રિપોર્ટર'નું સોશિયલ મીડિયા રેન્કિંગ

હોલિવૂડ રિપોર્ટર દ્વારા સોશિયલ મીડિયા રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. કોના નામે સૌથી વધુ સોશિયલ મીડિયા ઇન્ટરએક્શન્સ થયા છે, એને આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ગૂગલ પ્લસ અને યુટ્યૂબ જેવી સાઇટ્સના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ લિસ્ટમાં 26 સપ્ટેમ્બર સુધીના ડેટાને આવરી લેવામાં આવ્યો છે.

દીપિકાને મળી માત

દીપિકાને મળી માત

'હોલિવૂડ રિપોર્ટર' દ્વારા જાહેર કરવામાં આવેલ આ સોશિયલ મીડિયા રેન્કિંગમાં પ્રિયંકા ચોપરા 3જા નંબરે છે, દીપિકા પાદુકોણ ઘણી પાછળ 7મા નંબરે છે. 'હોલિવૂડ રિપોર્ટર' અનુસાર, ઉપરોક્ત તમામ સોશિયલ મીડિયા વેબસાઇટનો ડેટા MVPindex કંપની તરફથી ફાળવવામાં આવ્યો હતો. આ સૂચિ માટે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટોપ એક્ટર્સના ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સની સંખ્યાને ધ્યાનમાં લઇને આ સૂચિ તૈયાર કરવામાં આવી છે.

પદ્માવતીનો મળ્યો લાભ

પદ્માવતીનો મળ્યો લાભ

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા રેન્કિંગમાં આ વર્ષે પહેલીવાર દીપિકા પાદુકોણ સિંગલ ડિજિટ પોઝિશન પર પહોંચી છે. આ માટે તેનો 'પદ્માવતી'નો લેટેસ્ટ લૂક તથા આ ફિલ્મને તથા તેના પાત્રને મળેલ હાઇપ જવાબદાર છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

આ વર્ષે પ્રિયંકા ચોપરાએ પણ લિસ્ટમાં મોટો જંપ માર્યો છે. વર્ષ 2016માં તે 13મા નંબરે હતી અને આ વર્ષે તે નં.3 પોઝિશન પર છે. પ્રિયંકા ચોપરા ધીમી પણ મક્કમ ગતિએ હોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. હોલિવૂડ ફિલ્મો અને ટીવી સીરિઝ ઉપરાંત એમી એવોર્ડ્સ અને ઓસ્કાર જેવી ઇવેન્ટ્સમાં તેની હાજરીએ પણ તેની લોકપ્રિયતામાં મોટો ફાળો આપ્યો છે.

પ્રિયંકા વિ. દીપિકા

પ્રિયંકા વિ. દીપિકા

પ્રિયંકાની પહેલી ફિલ્મ 'બેવોચ'ને ભલે મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ હાલ તેના હાથમાં અન્ય 2 હોલિવૂડ ફિલ્મો છે. તો બીજી બાજુ દીપિકાની પ્રથમ હોલિવૂડ ફિલ્મ અનેક જાતના પ્રમોશન છતાં ફ્લોપ સાબિત થઇ છે અને હાલ તેના હાથમાં કોઇ હોલિવૂડ પ્રોજેક્ટ નથી.

હોલિવૂડ ફેન

હોલિવૂડ ફેન

પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. તે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પણ છે અને આ માટે તેણે કરેલ કેમ્પેનની નોંધ ઇન્ટરનેશનલ મીડિયામાં પણ લેવાય છે. તે અનેક અમેરિકન ચેટ શોમાં ભાગ લઇ ચૂકી છે. આ કારણે વેસ્ટર્ન કંટ્રીમાં પણ તેનો ફેન બેઝ વધી રહ્યો છે. જ્યારે દીપિકા પાદુકોણનો ફેન બેઝ હાલ બોલિવૂડ પૂરતો સીમિત છે.

English summary
Priyanka Chopra defeats Deepika Padukone in social media ranking as Priyanka is at number 3 position, while Deepika is at a distant number 7 ranking.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.