For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો

રંગભેદ વિશે પ્રિયંકા ચોપડાનો એક જૂનો ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં પ્રિયંકા ચોપડા જણાવી રહી છે કે કેવી રીતે બાળપણમાં તેણે આનો સામનો કરવો પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં જ્યોર્જ ફ્લૉયડના મોત માટે ન્યાય માંગવામાં આવી રહ્યો છે. એવામાં ઘણા સ્ટાર્સ તેને પોતાનુ સમર્થન આપી રહ્યા છે. પ્રિયંકા ચોપડાનુ નામ પણ આની સાથે જોડાઈ ગયુ છે. રંગભેદ વિશે પ્રિયંકા ચોપડાનો એક જૂનો ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં પ્રિયંકા ચોપડા જણાવી રહી છે કે કેવી રીતે બાળપણમાં તેણે આનો સામનો કરવો પડ્યો છે. આના કારણે પ્રિયંકા ચોપડાએ ક્યારેય પોતાના કરિયરમાં કોઈ પણ ફેરનેસ ક્રીમનો પ્રચાર કર્યો નથી.

જ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે

જ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે

રંગભેદ સામે થઈ રહ્યુ છે આંદોલન વચ્ચે પ્રિયંકાનો આ ઈન્ટરવ્યુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ પોતાના બાળપણનો એક કિસ્સો સંભળાવ્યો જ્યાં તેને કાળી કહીને બોલાવવામાં આવતી હતી. તે કહે છે કે આવુ લોકો મજાકમાં કહેતા હતા. તેને પોતાના રંગના કારણે ઘણી વાર વિવિધ પ્રકારની ટીકાઓ પણ સાંભળવી પડી છે. આનાથી તેનો આત્મવિશ્વાસ પણ નબળો પડી ગયો હતો. પ્રિયંકાએ જણાવ્યુ કે તેને કહેવામાં આવતુ હતુ કે જ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે. હાથી પર બેસીને જતી રહે.

પ્રિયંકા ચોપડાએ કહ્યુ મારી સ્કિન ડસ્ટી કલરની

પ્રિયંકા ચોપડાએ કહ્યુ મારી સ્કિન ડસ્ટી કલરની

આ વીડિયોમાં પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યુ કે તમે ફેરનેસ ક્રિમને એન્ડોર્સ કરવા અંગે શું વિચારો છો? આના પર પ્રિયંકાએ જવાબ આપીને કહ્યુ કે આના માટે બહુ જ ખરાબ લાગતુ હતુ કારણકે તેની ખુદની સ્કિન ડસ્ટી કલરની છે. પ્રિયકાએ કહ્યુ કે હું પંજાબી પરિવારમાંથી છુ. મારા બધા ભાઈ-બહેન ગોરા છે. મારા પંજાબી પરિવારમાં લોકો મને કાળી કહીને બોલાવતા હતા. 13 વર્ષની ઉંમરમાં હું ફેરનેસ ક્રીમ લગાવીને ખુદને ગોરી કરવા ઈચ્છતી હતી.

પછી મે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનુ બંધ કરી દીધુ

પછી મે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનુ બંધ કરી દીધુ

અભિનેત્રી બનવાના એક વર્ષ સુધી મે ફેરનેસ પ્રોડક્ટ્સનો એન્ડોર્સ પણ કરી. પછી મને લાગ્યુ કે પોતાના રિયલ સ્કિન કલરથી ખરાબ ન લાગવુ જોઈએ. તેની સાથે સહજ હોવુ જોઈએ. પછી મે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનુ બંધ કરી દીધુ. પ્રિયંકાએ કહ્યુ કે આના માટે ઘણી વાર મોટી રકમ ઑફર કરવામાં આવી. મે આા માટે સ્પષ્ટ ના પાડી દીધી. વળી, તેને બ્રાઉન હોવાના કારણે ઘણા વિચિત્ર નામથી બોલાવવામાં આવતી હતી.

મારો આત્મવિશ્વાસ ડગી ગયો

મારો આત્મવિશ્વાસ ડગી ગયો

પ્રિયંકા ચોપડાને ક્યારેક બ્રાઉની તો ક્યારેક કરી કહેતા હતા. ત્યારે હું નાની હતી, તેણે મારા આત્મવિશ્વાસને હચમચાવી દીધો હતો. હવે હું આના વિશે ખુલીને બોલી શકુ છુ. જેથી લોકો આને ગંભીરતાથી લે. પ્રિયંકાએ કહ્યુ હતુ કે દુનિયાભરમાં વિવિધતા એક સામાન્ય વાત છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે લગ્ન કર્યા ત્યારે પણ લોકોના સવાલ ઉઠ્યા હતા. નિક તેનાથી 11 વર્ષ નાના છે.

IIT ગાંધીનગરના સંશોધકોને ગંદા પાણીમાં મળ્યા કોવિડ 19ના વાયરસIIT ગાંધીનગરના સંશોધકોને ગંદા પાણીમાં મળ્યા કોવિડ 19ના વાયરસ

English summary
priyanka chopra experienced racist incident, she stopped endorsing fairness product. Watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X