Pics : કામે પરત ફર્યાં પ્રિયંકા, ધર્યો મૅરી કોમ લુક!
મુંબઈ, 19 જૂન : પિતાના મોતના આઘાતમાંથી ઉગરી પ્રિયંકા ચોપરા કામે પરત ફર્યાં છે. પ્રિયંકાએ સંજય લીલા ભાનુશાળીની આગામી ફિલ્મ મૅરી કોમ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે આ માટે મૅરી કોમનો લુક ધારણ કર્યો છે.
હંમેશા લીક સે હટકે રોલ કરનાર ભૂતપૂર્વ વિશ્વ સુંદરી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરાનું તાજેતરમાં જ કૅંસરની બીમારીના કારણે નિધન થઈ ગયુ હતું અને પ્રિયંકાએ મૅરી કોમ માટેની રિહર્સલ સહિત તમામ કાર્યક્રમો રદ્દ કરી નાંખ્યા હતાં. હવે પ્રિયંકા કામ ઉપર પરત ફર્યાં છે. મૅરી કોમ ફિલ્મમાં પ્રિયંકા ચોપરામુક્કાબાજી કરતા દેખાશે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવી રહ્યાં છે.
આવો મૅરી કોમના સેટ પરની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કામે પરત ફર્યાં પ્રિયંકા
પપ્પાના નિધનના આઘાત બાદ પ્રિયંકા ચોપરા ગઈકાલે મૅરી કોમ ફિલ્મના શૂટિંગ માટે સેટ ઉપર પહોંચી ગયાં.

ખાસ તાલીમ લીધી
પોતાના રોલમાં સજીવતા લાવવા પ્રિયંકાએ મૅરી કોમ પાસેથી ખાસ તાલીમ લીધી છે. ફિલ્મની વાર્તા મૅરી કોમના જીવન પર જ આધારિત હશે. ફિલ્મનું નામ મૅરી કોમ જ રાખવામાં આવ્યું છે.

ડિફરંટ રોલ માટે જાણીતા
વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરાએ પોતાના ફિલ્મી કૅરિયરમાં ખૂબ જ જુદા પ્રકારના પાત્રો ભજવ્યાં છે. ફિલ્મ અંદાજથી ફિલ્મી કૅરિયર શુરૂ કરનાર પ્રિયંકા ચોપરાએ ઐતરાઝ, મુઝસે શાદી કરોગી, ફૅશન, સાત ખૂન માફ, ડૉન, દોસ્તાના અને બર્ફી જેવી ફિલ્મોમાં જુદા-જુદા પાત્રો ભજવ્યાં છે.

મૅરી કોમ પડકારજનક
ફરી એક વાર પ્રિયંકા એક અલગ અને પડકારજન્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે. મૅરી કોમ પણ ઓલિમ્પિક સહિત વિવિધ સ્પર્ધાઓમાં જીતતાં રહ્યાં છે અને ઓલિમ્પિક પછી તો તેઓ અનેક ટેલીવિઝન શોમાં પણ ગયાં છે.












Click it and Unblock the Notifications
