મિસ વર્લ્ડ 2000: Q&Aમાં ભૂલ કરી હોવા છતાં જીતી ગઇ પ્રિયંકા!

Written By:
Subscribe to Oneindia News

મિસ વર્લ્ડ 2000 જીતીને પ્રિયંકા ચોપરાએ સમગ્ર વિશ્વમાં ભારતના ગૌરવમાં વધારે કર્યો હતો. હાલ તે હોલિવૂડમાં પોતાના કામ થકી ભાર અને બોલિવૂડનું નામ રોશન કરી રહી છે. મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યાના 17 વર્ષ બાદ તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સ્વીકાર્યું છે કે, મિસ વર્લ્ડના Q&Aમાં તેણે ભૂલ કરી હતી.

પ્રિયંકાની ભૂલ

પ્રિયંકાની ભૂલ

પ્રિયંકાએ જણાવ્યું કે, મિસ વર્લ્ડના Q&A સેશનમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, દુનિયામાં સૌથી સક્સેસફુલ મહિલા કોણ છે, જે આજે પણ કાર્યરત છે? જેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું, મધર ટેરેસા, જ્યારે કે મધર ટેરેસા આ સવાલના ત્રણ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. વોગ 73 સવાલ દરમિયાન પ્રિયંકાએ આ વાતને સંભાળી લેતાં કહ્યુ હતું કે, મધર ટેરેસા આજે પણ મારા હૃદયમાં જીવીત છે.

મિસ વર્લ્ડ 2000

મિસ વર્લ્ડ 2000

પ્રિયંકા મિસ વર્લ્ડ 2000 જીતી ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. મિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, હું 19 વર્ષની હતી ત્યારથી જાણે સેલિબ્રિટીની લાઇફ જીવી રહી છું.

ધ ડર્ટી લોન્ડ્રી

ધ ડર્ટી લોન્ડ્રી

રિસન્ટલી પ્રિયંકા ચોપરા ધ ડર્ટી લોન્ડ્રી નામના ચેટ શો પર જોવા મળી હતી. અહીં તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં પ્રિયંકાનું નામ અક્ષય કુમાર, શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને હરમન બાવેજા જેવા હીરો સાથે ચર્ચાઇ ચૂક્યું છે.

એક્સ બોયફ્રેન્ડ અંગે ખુલાસો

એક્સ બોયફ્રેન્ડ અંગે ખુલાસો

ચેટ શોમાં પ્રિયંકા પોતાનું ફેવરિટ જેકેટ લઇને પહોંચી હતી. તેણે ખુલાસો કરતાં કહ્યું હતું કે, આ તેના એક્સ બોયફ્રેન્ડનું જેકેટ છે, જે તે મારા ઘરે ભૂલી ગયો હતો અને ત્યારથી આ જેકેટ મારી જ પાસે જ છે. તેણે આ જેકેટ પાછું માંગ્યું હતું, પરંતુ મેં તે આપવાની ના પાડી દીધી.

શાહરૂખનું છે એ જેકેટ?

શાહરૂખનું છે એ જેકેટ?

ચેટ શોમાં પ્રિયંકાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ વિશે ઘણી હિંટ આપી હતી, જેના પરથી લોકો અંદાજ લગાવી રહ્યાં છે કે, એ એક્સ બોયફ્રેન્ડ બીજું કોઇ નહીં, પરંતુ શાહરૂખ ખાન છે. કહેવાઇ રહ્યું છે કે, થોડા દિવસ પહેલાં જ્યારે શાહરૂખ અને ગૌરી કરણ જોહરની બર્થ ડે પાર્ટી પર પહોંચ્યા તો તેઓ એકબીજાથી અંતર જાળવીને ચાલી રહ્યાં હતા, તેમણે સાથે ફોટો ક્લિક કરાવવાની પણ ના પાડી દીધી. આશા રાખીએ કે આની પાછળનું કારણ પ્રિયંકાનો આ ખુલાસો ન હોય!

હોલિવૂડ કરિયર

હોલિવૂડ કરિયર

પ્રિયંકા બોલિવૂડમાં તો સક્સેસફુલ છે જ, હોલિવૂડમાં તેણે અમેરિકન ટીવી સિરિઝ ક્વોન્ટિકોથી એન્ટ્રી કરી હતી. આ શો ખૂબ સક્સેફુલ થયો હતો, તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ બેવોચ પણ ખૂબ સારી કમાણી કરી રહી છે. તે અનેક હોલિવૂડ ચેટ શોમાં જોવા મળી રહી છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે.

બોલિવૂડમાં કમબેક

બોલિવૂડમાં કમબેક

પ્રિયંકાના બોલિવૂડના ફેન્સ તેના કમબેકની રાહ જોઇ રહ્યાં છે. આશા રાખીએ કે તેનો આ ડર્ટી લોન્ડ્રીનો ખુલાસો તેના બોલિવૂડ કમબેકમાં મુસીબત ઊભી ન કરે!

English summary
Priyanka Chopra made a mistake at the miss world pageant yet went on to win.
Please Wait while comments are loading...