પ્રિયંકા ચોપડા પાસે છે 100 કરોડનો બંગલો, અમેરિકામાં પ્રોપર્ટી, જાણો તેની કુલ સંપત્તિ, ફી, આવક

Priyanka Chopra Net Worth: બૉલિવુડ અને હૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં જ બૉલિવુડ છોડીને હૉલિવુડમાં જવાના નિર્ણય પાછળની સચ્ચાઈ લોકોને જણાવી છે. જે બાદ તે ચર્ચામાં છે. તેણે બૉલિવુડનો ગંદો રાઝ ખોલતા કહ્યુ કે તે આ ઈન્ડસ્ટ્રીની રાજનીતિથી કંટાળી ગઈ હતી એટલા માટે તે બૉલિવુડમાંથી નીકળવાનો રસ્તો શોધી રહી હતી. આવો જાણીએ પ્રિયંકા ચોપડાની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે.

પ્રિયંકા ચોપડાનુ કરિયર
પ્રિયંકા ચોપડાનો જન્મ બિહારના જમશેદપુરમાં થયો હતો, જે હવે ઝારખંડનો એક ભાગ છે. તેના માતા-પિતા બંને ભારતીય સેનામાં ફિઝિશિયન હતા. તેણે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક્ટિંગની દુનિયામાં ઘણુ નામ કમાયુ છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ 2003માં ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાય'થી બૉલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે 'ફેશન', 'સાત ખૂન માફ', 'કમીને', 'બરફી', 'અંદાઝ' અને 'ઐતરાઝ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ અને ઘણી પ્રશંસા મેળવી. હાલમાં તેણે હૉલીવુડમાં પણ સારી એવી ઓળખ બનાવી છે. ડિસેમ્બર 2018માં, પ્રિયંકા ચોપડાએ રાજસ્થાનના જોધપુરમાં અમેરિકન પૉપ ગાયક અને અભિનેતા નિક જોનસ સાથે લગ્ન કર્યા. આ પછી તે સરોગસીની મદદથી એક સુંદર પુત્રીની માતા પણ બની છે.

270 કરોડની સંપત્તિની માલિક છે પ્રિયંકા ચોપડા
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચોપડા બૉલિવૂુડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપડા પાસે કુલ 35 મિલિયન રૂપિયા એટલે કે 270 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બૉલિવુડ ઉપરાંત, પ્રિયંકા ચોપડા હૉલીવુડની ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઇવેન્ટ અપિરિયન્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પ્રોડક્શનમાંથી ઘણી કમાણી કરે છે. તેની વાર્ષિક કમાણી 24 કરોડની આસપાસ છે. પ્રિયંકા ચોપડા એક બૉલિવુડ ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મુંબઈમાં 100 કરોડનુ ઘર, એક શોના 5 કરોડ
પ્રિયંકા ચોપડા એક સ્ટેજ શો માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 1.80 કરોડ રૂપિયાની જંગી રકમ લે છે. પ્રિયંકા ચોપડાએ ડેટિંગ એપ બમ્બલમાં મોટી રકમનુ રોકાણ કર્યુ છે, જેના હાલમાં 100 મિલિયન યુઝર્સ છે. તેની ભારતના વિવિધ ભાગોથી લઈને વિદેશોમાં ઘણી મિલકતો છે. પ્રિયંકા ચોપડા પાસે મુંબઈના જુહુ વિસ્તારમાં બીચની સામે એક આલીશાન બંગલો છે, જેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. આ સિવાય તેણે અમેરિકાના લૉસ એન્જલસમાં એક સુંદર અને આલીશાન બંગલો પણ ખરીદ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે રહે છે. આ ઘરની કિંમત લગભગ 144 કરોડ રૂપિયા છે.

મોંઘી ગાડીઓનો શોખ
પ્રિયંકા ચોપડાને મોંઘી ગાડીઓનો પણ ખૂબ શોખ છે. તેની પાસે સૌથી મોંઘી કાર રૉલ્સ રૉયસ ઘોસ્ટ છે જેની કિંમત લગભગ રૂ. 5.25 કરોડ છે. આ સિવાય તેની પાસે BMW 5 સિરીઝની કાર છે, જેની કિંમત લગભગ 58.70 લાખ રૂપિયા છે. તેની પાસે BMW 7 સિરીઝની કાર પણ છે જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. પ્રિયંકા ચોપડા પોર્શે કેયેન, મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ અને ઓડી ક્યૂ7ની પણ માલિકી ધરાવે છે.












Click it and Unblock the Notifications
