For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ

પ્રિયંકાએ પતિ નિક સાથેનો એક ફોટો શેર કર્યો. ફોટો રોમેન્ટિક છે પરંતુ તેમના ફેન્સને આ ફોટો કંઈ ખાસ પસંદ ન આવ્યો અને લોકોએ તેમને ટ્રોલ કરી દીધા.

|
Google Oneindia Gujarati News

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કરીને અમેરિકામાં વસી ચૂકી છે. પ્રિયંકાએ જોધપુરમાં રૉયલ વેડિંગ કર્યા જેમાં તમામ બોલિવુડ અને હોલિવુડ સ્ટાર્સ શામેલ થયા. પ્રિયંકા અને નિક ઘણીવાર પોતાના રોમેન્ટીક ફોટા સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. હાલમાં પ્રિયંકા અને નિક બંને કેલિફોર્નિયામાં વિંટર હોલીડે મનીવી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકાએ પતિ નિક સાથેનો એક ફોટો શેર કર્યો. ફોટો રોમેન્ટિક છે પરંતુ તેમના ફેન્સને આ ફોટો કંઈ ખાસ પસંદ ન આવ્યો અને લોકોએ તેમને ટ્રોલ કરી દીધા.

પ્રિયંકા-નિકનો પ્રાઈવેટ ફોટો

પ્રિયંકા-નિકનો પ્રાઈવેટ ફોટો

પ્રિયંકા ઘણીવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ ફોટોમાં તે પતિ નિકની બાહોમાં આરામ ફરમાવતી જોવા મળી રહી છે. આ ફોટાને માત્ર એક કલાકમાં 10 લાખથી પણ વધુ લાઈક્સ મળી ગયા. પ્રિયંકા ચોપડા અને નિકના આ ફોટામાં પ્રિયંકા નિકના ખભા પર માથુ રાખીને સૂઈ રહી છે જ્યારે નિક જોનસ ટીવી જોઈ રહ્યા છે. પ્રિયંકાએ ફોટા સાથે ‘હોમ' કેપ્શન લખ્યુ છે પરંતુ લોકોએ આ ફોટા માટે તેમને ટ્રોલ કરી દીધા.

ટ્રોલ થઈ પ્રિયંકા

ટ્રોલ થઈ પ્રિયંકા

લોકોએ આ રોમેન્ટિક ફોટા માટે પ્રિયંકાને ટ્રોલ કરી દીધી. લોકોએ તેમના ફોટા પર ભદ્દા કમેન્ટ કરવા શરૂ કરી દીધા. લોકોને એ વાતનો વાંધો હતો કે તેણે પોતાનો પ્રાઈવેટ ફોટો પબ્લિક પ્લેટફોર્મ પર શેર કર્યો. એક યુઝરે લખ્યુ, ‘બેડરૂમમાં ફોટોગ્રાફર છૂપાવીને રાખ્યો છે કે શું. જો કે એવુ નથી કે લોકોએ માત્ર ભદ્દી કમેન્ટ જ કરી હોય. અમુક એવા પણ છે જેમણે પ્રિયંકા અને નિકના આ ફોટાની પ્રશંસા કરતા તેમને રોમેન્ટિક કપલ ગણાવ્યા છે.'

નિક અને પરિવાર સાથે મનાવી રહી છે રજાઓ

નિક અને પરિવાર સાથે મનાવી રહી છે રજાઓ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક પરિવાર સાથે કેલિફોર્નિયામાં સમય ગાળી રહ્યા છે. આ વેકેશનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે. ફોટામાં પ્રિયંકાના જેઠ-જેઠાણી જો અને સોફી ટર્નર પણ જોવા મળી રહ્યા છે. લગ્ન બાદ પ્રિયંકાનું પરિવાર સાથે આ બીજુ વેકેશન છે. આ પહેલા પ્રિયંકા સ્વીત્ઝરલેન્ડ ફરવા ગઈ હતી.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણયઆ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય

English summary
Priyanka Chopra Share her Bedroom private photo with Nick Jonas, Brutally Troll on Social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X