#HappinessBeginsTour: પ્રિયંકા ચોપડાના વાયરલ ફોટો, જેઠાણીઓ સાથે કરી રહી છે મસ્તી
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફોટા સાથે જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને પ્રિયંકા-નિક પણ ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતા. આ વખતે પણ પ્રિયંકાના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફોટા સાથે જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને પ્રિયંકા-નિક પણ ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતા. આ વખતે પણ પ્રિયંકાના ફોટા વાયરલ થઈ રહ્યા છે જ્યાં તે પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે જોવા મળી રહી છે. વાસ્તવમાં સોફી અને પ્રિયંકા, નિક અને જો સાથે તેમની ટૂર પર છે. સાથે છે ડેનિયલ જોનસ એટલે કે નિકની સૌથી મોટી ભાભી. ત્રણે ભાઈ અને તેમની પત્નીઓ હાલમાં મિયામીમાં છે જ્યાં જોનસ બ્રધર્સના કૉન્સર્ટ Happiness Begins Tour ચાલી રહ્યુ છે.

જોનસ સિસ્ટર્સ
J Sisters! ઉલ્લેખનીય છે કે નિક જોનસના બે મોટા ભાઈ છે અને પ્રિયંકા ચોપડાની બે જેઠાણીઓ. જો કે બંને ઉંમરમાં પ્રિયંકાથી નાની છે. ત્રણેના ફોટા ઘણીવાર ફેન્સ જુએ છે.

બહેનો જેવો પ્રેમ
જોનસ પરિવારમાં ભાઈઓની જેમ જોનસ પરિવારની વહુઓમાં પણ ખૂબ પ્રેમ છે. પ્રિયંકા ચોપડા અને સોફી ટર્નરના ફોટા જુઓ તો તમને તમારી બેસ્ટ ફ્રેન્ડની યાદ આવી જશે.

હેપ્પીનેસ ટૂર
જોનસ બ્રધર્સની આ ટૂરનું નામ છે Happiness Begins Tour. પોતાની ટીમ સાથે નિક જોનસ છે અને સાથે છે તેમની પત્નીઓ - પ્રિયંકા ચોપડા અને સોફી ટર્નર.

લગ્નમાં મસ્તી
ઉલ્લેખનીય છે કે સોફી ટર્નરને પ્રિયંકા ચોપડાના લગ્નમાં હિંદુસ્તાની અંદાજમાં જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. હવે રોજ થોડી સાન્સા સ્ટાર્ક લહેંગા ચોલીમાં જોવા મળશે.

સંગીત પર્ફોર્મન્સ
એટલુ જ નહિ સોફીએ પ્રિયંકા અને નિકના લગ્નમાં જો અને સમગ્ર જોનસ પરિવાર સાથે શુદ્ધ દેસી બોલિવુડ પર્ફોર્મન્સ પણ આપ્યુ હતુ.

જો અને સોફી
નિક અને પ્રિયંકાના લગ્નથી જો અને સોફીનો વધુ એક ફોટો.

દેરાણીજી
વળી, પ્રિયંકા ચોપડા જો જોનસ અને સોફી ટર્નરના લગ્નમાં આ અંદાજમાં જોવા મળી હતી. બધાનુ ધ્યાન તેની આ 6 ગજની સાડી પર જ હતુ.

રજાઓ
સોફી અને પ્રિયંકા ઘણી વાર સાથે રજાઓ મનાવતા જોવા મળે છે.

પ્રેગ્નેન્સી?
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડાના અમુક ફોટા વાયરલ થયા હતા જ્યાં તેને પ્રેગ્નેન્ટ બતાવવામાં આવી હતી.

શાનદાર લગ્ન
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન તો કોઈ ભૂલી ન શકે. બંનેએ હિંદુસ્તાની અને પશ્ચિમમી બંને પરંપરાઓથી લગ્ન કર્યા હતા અને આ લગ્નના ફોટા સપ્તાહો સુધી ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં જ નિક જોનસે પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ પણ મિયામીમાં મનાવ્યો. આ દરમિયાન પ્રિયંકાના બધા નજીકના દોસ્ત અને સંબંધીઓ પણ હાજર હતા. પ્રિયંકા બર્થડે કેકના ફોટા તો વાયરલ થઈ રહ્યા હતા બીજી તરફ પ્રિયંકા અને નિકના પાણીમાં તરતા ફોટા પણ વાયરલ થઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાના જ્યારથી લગ્ન થયા છે એવુ લાગી રહ્યુ છે કે તેનુ જીવન એક લાંબા વેકેશનમાં ફેરવાઈ ગયુ છે.












Click it and Unblock the Notifications
