પ્રિયંકાના આ ડ્રેસ માટે થઇ ટ્રોલ, સામે આપ્યો સણસણતો જવાબ

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે જ પ્રિયંકા ચોપરાબર્લિન, જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ચોપરાએ આ મુલાકાતની તસવીર પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. હવે આગળ સાંભળીને તમને જરા વિચિત્ર લાગશે, પરંતુ પ્રિયંકાને આ મુલાકાતમાં તેણે પહેરેલ ડ્રેસ બદલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

ડ્રેસ માટે થઇ ટ્રોલ

ડ્રેસ માટે થઇ ટ્રોલ

જી હા, વાત સાચી છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું હતું કે, પ્રિયંકાનો ડ્રેસ પીએમ મોદી સાથેની મુલાકાત માટે ઉચિત નહોતો. લોકોએ તેના ઘૂંટણ સુધીના ડ્રેસ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરા અને નરેન્દ્ર મોદી, બંન્નેને આમ તો આ વાતથી ખાસ ફરક નથી પડતો.

પ્રિયંકાનો સામે જવાબ

પ્રિયંકાનો સામે જવાબ

આમ છતાં, સોશિયલ મીડિયા પર આવા લોકોનું મોઢું બંધ કરવા માટે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા મધુ ચોપરા સાથેની આ તસવીર પોસ્ટ કરી છે. જેમાં પ્રિયંકા અને મધુ ચોપરા બંન્ને બોલ્ડ ડ્રેસમાં જોવા મળે છે. જેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે, Legs for days.... #itsthegenes. પ્રિયંકાએ ખૂબ ક્લાસી અંદાજમાં તેને ટ્રોલ કરનારા લોકોનું મોઢું બંધ કરી દીધું છે.

મેટ ગાલા 2017

મેટ ગાલા 2017

આ પહેલા પણ પ્રિયંકા ચોપરાના મેટ ગાલા 2017ના લૂક માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, ઇન્ટરનેશનલ લેવલ પર તેના આ ડ્રેસના ખૂબ વખાણ પણ થયા હતા. ત્યારે પણ પ્રિયંકાએ પોતાની પસંદના કેટલાક ટ્રોલ ભેગા કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું કે, મારા ડ્રેસ તરફ આટલું બધું ધ્યાન આપવા બદલ આભાર.

દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં એક નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, Internationally Acclaimed Actress Award. આ વર્ષે આ એવોર્ડ પ્રિયંકા ચોપરાને એનાયત કરવામાં આવ્યો છે. આજના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ બનાવનાર એક્ટ્રેસમાં પ્રિયંકાથી આગળ કોઇ નથી. 1 જૂનના રોજ પ્રિયંકાને આ સન્માન આપવામાં આવશે.

મેક્સિમની 100 સેક્સિએસ્ટ વુમન

મેક્સિમની 100 સેક્સિએસ્ટ વુમન

મેક્સિમ મેગેઝિનની 100 સેક્સિએસ્ટ વુમન અલાઇવનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, આ લિસ્ટમાં પ્રિયંકા અને દીપિકા બંન્નેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને બોલિવૂડ માટે આ ગર્વની વાત છે. જો કે, આ લિસ્ટમાં દીપિકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી છે.

English summary
priyanka-chopra-trolled-for-showing-off-her-legs-while-meeting-prime-minister-narendra-modi-in-germa
Please Wait while comments are loading...