OMG : પ્રિયંકા ચોપડાની માંએ જાતીય સતામણીને પ્રિયંકાને લઇ કર્યો આ ખુલાસો
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ જણાવ્યો ચોંકવનારો અનુભવ. કેવી રીતે પ્રિયંકા જ્યારે બોલીવૂડમાં નવી હતી ત્યારે તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુ વાંચો...
હાલમાં જ બોલીવૂડ અને હોલીવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નિવેદન આપ્યું હતું કે બોલીવૂડ અને હોલીવૂડ જેવી ઇન્ડસ્ટ્રી અનેક હાર્વે વેઇનસ્ટીન જેવા લોકોથી ભરેલી પડી છે. તે પછી હાલમાં જ તેની માતા મધુ ચોપડાએ ડેકન ક્રોનિકલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ મામલે મોટા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકાએ અનેક ફિલ્મો હાથથી જતી કરી. કારણ કે ત્યાં તેને કામના નામે જાતીય સતામણીનો ભોગ બનવાની સંભાવના ઊભી થતી હતી. અને કોઇના તાબે થવાના બદલે તેને કામને જતું થતું કરવું વધુ પસંદ કર્યું. તેમણે કહ્યું કે જ્યારે તે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી હતી ત્યારે તેની જોડે આ ઘટના થઇ હતી. ત્યારે આ ચોંકવનારા ખુલાસા મામલે મધુ ચોપડાએ બોલીવૂડના ડાયરેક્ટરો વિષે બીજા શું મોટા ખુલાસા કર્યા વાંચો અહીં...

17 વર્ષની ઉંમર
મધુ ચોપરાએ જણાવ્યું કે પ્રિયંકાએ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવાનું વિચાર્યું ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. અને હું માં તરીકે દરેક પળે તેની સાથે રહેતી. આ જ કારણે હું જાણી શકી કે બોલીવૂડમાં કેવા કેવા લોકો હોય છે. એક વાર એક વ્યક્તિએ પ્રિયંકાને કહ્યું કે તમે તમારી મમ્મીને બહાર જવાનું કહેશો કે તે પછી હું તેમને ફિલ્મની સ્ટોરી કહીશ. ત્યારે પ્રિયંકાએ જવાબ આપ્યો કે જે સ્ટોરી મારી મમ્મી ના સાંભળી શકે તેવી સ્ટોરીમાં હું કામ કેવી રીતે કરી શકું?

જાણીતો પ્રોજેક્ટ
આ જ વાતના કારણે પ્રિયંકા ચોપડાએ તેના હાથમાંથી એક જાણીતા ડાયરેક્ટરનો મેગો બોલીવૂડ પ્રોજેક્ટ હાથથી જતો કર્યો. અન્ય એક કિસ્સામાં કપડાં મામલે પણ એક જાણીતા ડાયરેક્ટે પ્રિયંકા સાથે અભદ્ર માંગણી કરી હતી તેવું પ્રિયંકાની માતાએ જણાવ્યું હતું.

કપડાંના નામે આવું!
વધુમાં મધુ ચોપરાએ કહ્યું કે એક વાર એક ડિઝાઇનરે પ્રિયંકા માટે ખૂબ જ ટૂંકો અને રિલિવિંગ ડ્રેસ તૈયાર કર્યો. પ્રિયંકાએ આ અંગે જ્યારે ડાયરેક્ટર અને ડિઝાઇનને પુછ્યું તો ડાયરેક્ટરે કહ્યું કે મિસ વર્લ્ડને ફિલ્મમાં લેવાનો શું ફાયદો જ્યારે કેમેરા સામે તેની સુંદર બોડીને બતાવી ના શકાય.

પ્રિયંકાએ પાડી ના
ત્યારે જ્યારે પ્રિયંકાએ આવા કપડાં પહેરવાની ના પાડી હતી ત્યારે એક જાણીતા ડાયરેક્ટરનું આ મામલે નાક ચઢી ગયું હતું અને તે પછી પ્રિયંકાએ એ ફિલ્મ જતી કરી હતી. અને તેને એ વખતે તે ડિરેક્ટરનો નારાજગી પણ સહન કરવી પડી હતી. મધુ ચોપડાએ કહ્યું કે આવા જ કારણોના લીધે પ્રિયંકાએ 10 જેટલી ફિલ્મોને તેના કેરિયરમાં જતી કરવી પડી હતી.

મધુચોપરાની સલાહ
મધુ ચોપરાએ તમામ નવોદિત અભિનેત્રી અને આ ઇન્ડસ્ટ્રીમાં આવવા ઇચ્છતી છોકરીઓને સલાહ આપી હતી કે ક્યારે પણ તેમને આવા મામલે સમાધાન ન કરવું જોઇએ. ભલે આ માટે તમારે કંઇક જતું કરવું પડે પણ સમાધાન કર્યા વગર પણ તમે તમારી ઇચ્છા શક્તિથી ધણું મેળવી શકો છો અને પ્રિયંકા તે વાતનું ઉદાહરણ છે. કદાચ આ માટે ફોર્બ્સ મેગેઝિને તેને દુનિાયાની 100 પાવરફૂલ મહિલાઓ તરીકે પસંદ કરી છે.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
