'વીરામદેવી'ના રોલ માટે સનીને લેવામાં આવતાં વિરોધ થયો, પુતળાં સળગાવ્યાં
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની ફિલ્મ વીરામદેવીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, પણ લાગી રહ્યું છે કે સનીને સાઉથની ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી થોડી મુશ્કેલ પડી રહી છે. પ્રો-કન્નડ ગ્રુપ કર્ણાટક રક્ષણ વેદિકે યુવા સેનાએ સની લિયોની ફિલ્મમાં વીરામદેવીની ભૂમિકા નિભાવતી હોય સનીનો વિરોધ નોંધાવ્યો છે. એડલ્ટ ફિલ્મમાં કામ કરનાર એક્ટ્રેસને વીરામદેવીની ભૂમિકા ન નિભાવવા દેવી જોઈએ. કર્ણાટકમાં વૉરિયર પ્રિંસેસ વીરામદેવીનું ખાસ મહત્વ રહ્યું છે.
એવામાં કોઈ એડલ્ટ ફિલ્મ સ્ટારને આ રોલ આપવો ખેટું છે, તેમણે કહ્યું કે અમે આવી એક્ટ્રેસને ઐતિહાસિક રોલ નહિ નિભાવવા દઈએ. આની સાથે જ સંગઠને સની લિયોનીને ફિલ્મમાં લેવામાં આવતાં તેના વિરોધમાં રેલી પણ કાઢી છે. સાથે જ સંગઠને 3 નવેમ્બરે આયોજિત થનાર સની લિયોનીના કાર્યક્રમ પર પણ રોક લગાવવાની માગણી કરી છે.
સંસ્કૃતિની વિરુદ્ધમાં છે આ કાર્યક્રમ
કન્નડ સમર્થકો અને સંગઠનો સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે સની લિયોનીનો આ કાર્યક્રમ કન્નડ સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. માટે સંગઠન તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે કર્ણાટક રક્ષણ વેદિકે યુવા સેનાના અધ્યક્ષ હરીશે કહ્યું કે અમે સની લિયોનીના કાર્યક્રમ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. એમણે કહ્યું કે સની લિયોની જેવી કોઈ અભિનેત્રીને મહાન મહિલાનો રોલ કેવી રીતે નિભાવવા આપવો જોઈએ.