Pushpa 2 : પુષ્પા 2 ની રિલીઝ પહેલા શ્રીવલ્લીએ પુષ્પા સાથે મળીને મહેફિલ લૂંટી, જુઓ વીડિયો
Pushpa 2 Star Cast : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઈઝ બાદ હવે બીજો પાર્ટ પુષ્પા ધ રૂલ રિલીઝ થવા જઈ રહ્યો છે.
ફિલ્મ સિનેમાઘરોમાં 5 ડિસેમ્બરે રિલીઝ થાય તે પહેલા સ્ટારકાસ્ટ રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન પ્રમોશન કરી રહ્યાં છે. આ જોડીએ હાલમાં જ એક ઈવેન્ટમાં પ્રમોશન માટે પહોંચી હતી.

હાલમાં જ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદારાને ફિલ્મના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહીંથી એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના બ્લેક સાડીમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે જ્યારે અલ્લુ અર્જુન પણ પોતાના લુક્સથી મહેફિલ લૂંટી રહ્યો છે.
આ વીડિયોમાં અભિનેત્રી રશ્મિકા અને અલ્લુ અર્જુન ફેમસ સામી ગીતના સિગ્નેચર સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પુષ્પા અને શ્રીવલ્લી વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈ શકાય છે.
વીડિયોમાં અલ્લુ અર્જુન બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે તો રશ્મિકા બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો બંનેના આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમની કેમેસ્ટ્રીના વખાણ પણ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે સુકુમાર નિર્દેશિત ફિલ્મ પુષ્પા 2 માં ફહાદ ફાઝીલ નેગેટિવ રોલમાં છે, જ્યારે અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં રિલીઝ થયો હતો, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં મેકર્સને પુષ્પા 2 પાસેથી મોટી અપેક્ષાઓ છે.












Click it and Unblock the Notifications
