For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાબિયાના દસ સવાલો પોકારીને કહે છે કે જિયાનું ખૂન થયુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ઑક્ટોબર : ફરી એક વાર જિયા ખાન આત્મહત્યા કેસ ગુંચવાતો જાય છે. ત્રણ માસ અગાઉ હૉટ ટૉપિક બન્યા બાદ અચાનક આ કેસ શાંત થઈ ગયો હતો, પણ આજે અચાનક જિયાના માતા રાબિયા ખાને જિયા ખાનનું ખૂન થયાનો દાવો કરતા આ કેસની અત્યાર સુધીની તપાસ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ ગયો છે.

રાબિયા ખાને મુંબઈ હાઈકોર્ટમાં એક નવી અરજી દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમને લાગે છે કે તેમના પુત્રીની હત્યા કરવામાં આવી છે. તેમણે કેસની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની માંગ કરી છે. રાબિયાના વકીલ દિનેશ તિવારીએ મીડિયાને જણાવ્યું - રાબિયાને લાગે છે કે તપાસ યોગ્ય રીતે નથી થઈ. જ્યાં સુધી આત્મહત્યાનો પ્રશ્ન છે, તો જો આપ તબીબી દૃષ્ટિકોણથી જુઓ અને અન્ય સબૂતો ઉપર ધ્યાન આપો, તો ક્યાંક કશુક ગાયબ છે. આ બાબતનો સંકેત મળે છે. જિયા ખાનનો કેસ સ્પષ્ટ રીતે હત્યાનો કેસ છે.

જો આ વાતો સાચી હોય, તો જિયા ખાનની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ જાય કે જેમાં કહેવાયું છે કે જિયાનું મોત શ્વાસ રુંધાતા થયું છે અને તેમની બૉડી પર કોઈ પણ જાતની ઈજાના નિશાન નહોતાં. અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન 3જી જૂન, 2013ના રોજ રાત્રે પોતાના ઘરે ગળેફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતાં. જિયાના મોતને પ્રાથમિક દૃષ્ટિએ આપઘાત ઠેરવવામાં આવી, તો બીજી બાજુ આ કેસમાં જિયાના પ્રેમી સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી. કહે છે કે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીના પુત્રના માતા બનવાના હતા જિયા ખાન અને સૂરજે પરાણે જિયાનું ગર્ભપાત કરાવ્યુ હતું. તે પછી જિયા ખાન ડિપ્રેશનમાં હતાં. સૂરજ પંચોલી હાલ જામીન પર છે.

આવો જિયા ખાનની દસ તસવીરો સાથે જાણીએ રાબિયા ખાનના દસ સવાલો :

આંખો-જીભ બહાર નહોતાં

આંખો-જીભ બહાર નહોતાં

જ્યારે કોઈ વ્યક્તિ ફાંસો લગાવે છે, તો તેની આંખો અને જીભ બહાર નિકળી જાય છે, પણ જિયા સાથે એવું નહોતું બન્યું.

ગરદનનો નિશાન પહેલાનો

ગરદનનો નિશાન પહેલાનો

માત્ર ગરદન લાંબી થઈ જવાથી ફાંસો માની ન શકાય. જે નિશાન પોલીસે ગરદન ઉપર માર્ક કર્યો છે, તે નિશાન જિયા ખાનની ગરદને અગાઉથી જ હતો.

જમણા હોઠે ઈજા

જમણા હોઠે ઈજા

મોત બાદ જિયા ખાનના જમણા હોઠે કંઈક ઈજા જેવો નિશાન હતો.

ડાબા હાથે નિશાન

ડાબા હાથે નિશાન

જિયાના ડાબા હાથે પણ કોઇક નિશાન હતો કે જેને જોઈને લાગતુ હતું કે જાણે તેને કોઈએ બહુ જોશથી પકડી રાખ્યા હોય.

લોહીના ડાઘા

લોહીના ડાઘા

જે રૂમમાં જિયાનું શબ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યું, તે રૂમની જુદી-જુદી જગ્યાઓથી લોહીના નિશાન અને ડાઘા મળ્યાં છે, પણ પોલીસે તેની અવગણના કરી.

દુપટ્ટો મખમલી હતો

દુપટ્ટો મખમલી હતો

જિયાએ જે દુપટ્ટા વડે ફાંસો ખાધો, તે એક મખમલી દુપટ્ટો હતો, પણ જિયાની ગરદન પરનો નિશાન પોકારીને કહેતો હતો કે તેના ગળાને કોઈ સખત વસ્તુથી ઘોંટવામાં આવ્યું છે.

સ્ટૂલ નહોતું

સ્ટૂલ નહોતું

જિયા વગર કોઈ સ્ટૂલની મદદે કઈ રીતે પોતાની જાતને સીલિંગ ફૅન સાથે લટકાવી શકે? ઘરમાં કોઈ સ્ટૂલ નહોતું.

કપડાં કેવી રીતે બદલાયા

કપડાં કેવી રીતે બદલાયા

સીસીટીવી ફુટેજ જણાવે છે કે ઘરમાં આવ્યા બાદ થોડીક જ મિનિટોમાં જિયાએ આત્મહત્યા કરી લીધી, પણ તેની બૉડી નાઇટ સૂટમાં મળી. આ કેવી રીતે શક્ય છે? જિયાએ ઘરની અંદર ટ્રૅક સૂટ પહેરી પ્રવેશ કર્યો હતો. શું મરનાર મરતા અગાઉ પોતાના કપડા બદલશે અને પછી ફાંસો ખાશે?

એસી ચાલુ-બારીઓ ખુલ્લી

એસી ચાલુ-બારીઓ ખુલ્લી

જે રૂમમાં જિયાનું મોત થયું, તેમાં એસી ચાલુ હતું અને બારીઓ ખુલ્લી હતી.

રૂમમાં કોઇક હતું

રૂમમાં કોઇક હતું

રૂમમાં કોઇકને કોઇક દાખલ થયુ હોવાનો સંદેહ છે, પણ પોલીસે પોતાની તપાસમાં આ દિશા તરફ લક્ષ્ય જ નથી આપ્યું.

English summary
Rabia Khan's petition reportedly claims that Jiah Khan was possibly murdered before being hanged. The petition also raises 10 key questions, that points at the fact that it was possibly not a suicide case, but a homicidal death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X