પરિણીતી ચોપરાને ડેટ કરવા મુદ્દે રાઘવ ચઢ્ઢાએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?

હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચારો આવ્યા હતા. બન્ને લંચ પર સાથે જોવા મળ્યા બાદ આ અટકળો શરૂ થઈ છે ત્યારે હવે રાઘવ ચઢ્ઢાએ આ મુદ્દે મૌન તોડ્યુ છે.

રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?
રાઘવ ચઢ્ઢાને પરિણીતી ચોપરા સાથે રિલેશન મુદ્દે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સવાલ પુછાયો હતો. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તમે મને રાજનીતિ વિશે પ્રશ્નો પૂછો, પરિણીતી વિશે નહીં. અહીં રાઘવ ચઢ્ઢાને પત્રકારે ફરી પૂછ્યું કે, પરિણીતી વિશે પૂછવામાં આવતા પ્રશ્નો પર તેઓ શું કહેશે. આના પર તેમણે કહ્યું- તમને જવાબ આપીશ અને સ્માઈલ આપીને વાત પુરી કરી દીધી.

ફોટો વાયરલ થયા હતા
બંને એક સાથે જોવા મળ્યા બાદ તેમની તસવીરો વાયરલ થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ બન્ને ડેટ કરી રહ્યા હોવાની અટકળો લગાવી રહ્યા છે. જો કે આ મુદ્દે બન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

બન્નેને હાલમાં જ એવોર્ડથી સન્માનિત કરાયા છે
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીયને આ સન્માન મળ્યું છે. પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થીની રહી ચૂકી છે જ્યારે રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.

પરિણીતી રાજનીતિમાં આવી રહી હોવાની અટકળો તેજ
બીજી તરફ આ મુલાકાતો બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શક્ય છે કે બંને મિત્રો હોય. આ સાથે ઘણા યુઝર્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે પરિણીતી ચોપરા રાજકારણમાં આવવાની તૈયારી કરી રહી છે. જો કે આવનારા સમયમાં સાચું સત્ય લોકો સામે આવશે.












Click it and Unblock the Notifications
