બાળ ઠાકરેના પૌત્રની સગાઇ, ઉમટ્યું બૉલીવુડ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અનુપસ્થિતિમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રિમો રાજ ઠાકરે દ્વારા ભત્રીજા રાહુલ ઠાકરે અને અદિતિ રાડેકરની સગાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડની નામી હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાહુલ ઠાકરે એ બાળા સાહેબ ઠાકરેનો પૌત્ર છે અને પ્રોડ્યુસર સ્મિતા ઠાકરેનો પુત્ર છે.
રાહુલ ઠાકરે તેની બાળપણની મિત્ર અદિતિ રાડેકર સાથે સગાઇ કરી રહ્યો છે અને આ તકે તેણે એક સાદી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી અંધેરી વેસ્ટમાં આવેલા મોડલ ટાઉનના લેવો રેસ્ટોરાંમાં યોજી હતી. જેમાં સત્યાગ્રહ ફિલ્મના અભિનેતા અર્જૂન રામપાલ, રાજકુમાર હિરાણી, રઝા મૂરાદ, ગાયક સોનુ નિગમ સહિતની બૉલીવુડ હસ્તીઓ ઉપસ્થિત રહી હતા. જો કે, ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી ચોક્કસપણે લોકોની નજરમાં ખુંચી રહી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ અદિતિ અને રાહુલની સગાઇને.

રાહુલ અને અદિતિની સગાઇ
રાહુલ અને અદિતિની સગાઇ સેરેમનીમાં સ્મિતા ઠાકરે, રાહુલ ઠાકરે અને અદિતિ રાડેકર

રઝા મૂરાદ
સ્મિતા ઠાકરે, રાહુલ ઠાકરે અને અદિતિ રાડેકર સાથે રઝા મૂરાદ અને તેમના પત્ની

રાજ ઠાકરે
રાહુલ ઠાકરે, અદિતિ રાડેકર અને સ્મિતા ઠાકરે સાથે રાજ ઠાકરે

રાહુલ ઠાકરે સાથે સોનુ નિગમ
રાહુલ ઠાકરે, એશ્વર્ય ઠાકરે અને સ્મિતા ઠાકરે સાથે બૉલીવુડના ગાયક સોનુ નિગમ

સોનુ નિગમ
રાહુલ અને અદિતિની સગાઇમા સોનુ નિગમ

રાજકુમાર હિરાણી
અદિતિ અને રાહુલની સગાઇ સેરેમનીમાં રાજવીર દત્ત, રાજકુમાર હિરાણી અને ગાયક મુદાસિર અલી

હિરાણી અને તેજવાણી
રાહુલ અને અદિતિની સગાઇ સેરેમનીમાં રાજકુમાર હિરાણી અને વિકી તેજવાણી(લેવોના ડિરેક્ટર)

માના શેટ્ટી
રાહુલ ઠાકરે અને અદિતિ રાડેકરની સગાઇ સેરેમનીમાં સ્મિતા ઠાકરે સાથે માના શેટ્ટી

અર્જૂન રામપાલ
રાહુલ અને અદિતિની સગાઇ સેરેમનીમાં અભિનેતા અર્જૂન રામપાલ પત્ની મેહર જેસિયા સાથે












Click it and Unblock the Notifications
