For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નરગિસને પ્રેમ કરતા હતાં ગ્રેટ શો મૅન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડમાં કેટલાંક એવા અભિનેતાઓ થયાં છે કે જેમની ઉણપ ક્યારેય પૂરી શકાતી નથી. તેમાંના એક છે ગ્રેટ શો મૅન રાજ કપૂર. જ્યારેય તેમની ફિલ્મો જોવાશે, તેમના અભિનય અને તેમના સંવાદોનો અંદાજ એટલો જુદો હતો કે તેમની સરખામણીમાં આજના કલાકારોને મુકવામાં આવે, તો કદાચ કોઈ પણ કલાકાર બરાબરી કરી શક નહીં. ઇન્ડિયાના ગ્રેટ શો મૅન કહેવાતાં રાજ કપૂરની આજે 88મી જન્મ જયંતી છે. તેમની જન્મ જયંતીએ ફરી એક વાર મેરા નામ જોકર ફિલ્મના રાજ કપૂરની યાદ આવી ગઈ.

હાથોમાં એક લાંબો દંડો તથા તેમાં પોતાની પોટલી લઈ, ટોપી પહેરી મેરા જૂતા હૈ જાપાની... ગીત ગાતાં રાજ કપૂર આજેય સૌના દિલે પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ કપૂરે પોતાના કૅરિયર દરમિયાન આવારા, બરસાત, શ્રી 42, ચોરી ચોરી, જિસ દેશ મેં ગંગા બહતી હૈ, સંગમ અને મેરા નામ જોકર જેવી હિટ તથા બહેતરીન ફિલ્મો આપી છે.

રાજ કપૂર બૉલીવુડના ચાર્લી ચૅપલિન તરીકે પણ ઓળખાતા હતાં, કારણ કે પોતાની ફિલ્મોમાં તેઓ ચાર્લી ચૅપલિનની જેમ જ ઉછળકૂદ અને બહેતરીન કૉમેડીની લાગણીઓ સાથે લોકોને પેટ પકડીને હસાવતાં. હસાવવાની સાથે જ રાજ કપૂરે પોતાના ગંભીર પાત્રોમાં પોતાને પૂર્ણત્વે ઢાળી લોકોને ખૂબ રડાવ્યા હતાં. રાજ કપૂરને 1987માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતાં. રામ તેરી ગંગા મૈલી ફિલ્મ બાદ રાજ કપૂર પોતાની આગામી ફિલ્મ હિનાનું દિગ્દર્શન કરી રહ્યાં હતાં કે ફિલ્મ ફ્લોરે આવતાં અગાઉ જ 2જી જૂન, 1988ના રોજ તેમનું નિધન થઈ ગયું. જ્યાં સુધી રાજ કપૂર અને તેમના રોમાન્ટિક જીવનની વાત છે, તો રાજ કપૂરનો રોમાંસ તે વખતની હિટ અભિનેત્રી નરગિસ સાથે હતો. બંનેએ લગભગ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું કે જેમાં આવારા, શ્રી 420 અને બરસાત મુખ્ય હતી.

ક્લૅપર બૉય

ક્લૅપર બૉય

રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરને લાગતુ હતું કે રાજ ક્યારેય પોતાના જીવનમાં કોઈ ઊંચો મુકામ હાસિલ કરી શકશે નહીં. તેથી તેમણે રાજને બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોમાં સહાયક તરીકે કામે લગાડ્યાં અને પછી તેઓ કેદાર શર્મા સાથે ક્લૅપર બૉય તરીકે કામ કરવા લાગ્યાં.

નીલકમલમાં બ્રેક

નીલકમલમાં બ્રેક

કેદાર શર્માએ રાજ કપૂરની અભિનય પ્રતિભા ઓળખી તેમને 1947માં પોતાની ફિલ્મ નીલકમલમાં બ્રેક આપ્યો. તે ફિલ્મથી જ રાજ પોતાની એક્ટિંગ અને ડાયલૉગ ડિલીવરી વડે હિટ થઈ ગયાં.

ભારતના ચાર્લી ચૅપલિન

ભારતના ચાર્લી ચૅપલિન

રાજ કપૂરને ભારતના ચાર્લી ચૅપલિન કહેવામાં આવે છે, કારણ કે તેમણે ચાર્લી ચૅપલિનના ભારતીય વર્ઝન વડે પોતાને કૉમેડીનો અવતાર બનાવી દીધો.

નરગિસને પ્રેમ કરતા હતાં

નરગિસને પ્રેમ કરતા હતાં

રાજ કપૂર તથા નરગિસ વચ્ચે અનેક વર્ષો સુધી અફૅર ચાલ્યું, પરંતુ બાદમાં રાજે રાજેન્દ્ર નાથ તથા પ્રેમ નાથના બહેન કૃષ્ણા કપૂર સાથે લગ્ન કરી લીધાં.

નરગિસ સાથે તમામ ફિલ્મો હિટ

નરગિસ સાથે તમામ ફિલ્મો હિટ

રાજ અને નરગિસે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ તથા તે તમામ ફિલ્મો બૉક્સ ઑફિસે સફળ રહી હતી.

2જી જૂન, 2008ના રોજ થયું નિધન

2જી જૂન, 2008ના રોજ થયું નિધન

રાજ કપૂરે આવાર, શ્રી 420, સંગમ, મેરા નામ જોકર, બરસાત જેવી અનેક ફિલ્મો કરી. તેમનું 2જી જૂન, 2008ના રોજ નિધન થયું.

આર. કે. સ્ટુડિયો બન્યો નિરાધાર

આર. કે. સ્ટુડિયો બન્યો નિરાધાર

રાજ કપૂરના નિધન બાદ આર. કે. સ્ટુડિયોની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અબ લૌટ ચલેં ફિલ્મ બાદ આર. કે. સ્ટુડિયોએ કોઈ પણ ફિલ્મનું નિર્માણ કર્યું નથી.

કરીના બનશે આધાર

કરીના બનશે આધાર

હવે રાજ કપૂરના પૌત્રી કરીના કપૂર ફરી એક વાર આર. કે. સ્ટુડિયોને નવી ઊંચાઇએ લઈ જવા માંગે છે.

English summary
Raj Kapoor was known as The Show-Man of Indian Film Industry. He was born in 14 December 1924. Raj Kapoor started his career as an actor with the lead role in Neel Kamal. With Bollywood actress Nargis Dutt he shared romantic relationship. Today is his 88th Anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X